RBI Report On Fake Currency: તમે તમારા વોલેટ અને પર્સમાં જે નોટો લઈ જાઓ છો તે નકલી હોઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ આ સર્ક્યુલેશનમાં 500 રૂપિયાની નકલી નોટોની ઘુસણખોરી સતત વધી રહી છે. આવો જાણીએ આરબીઆઈ (RBI) એ શું ચિંતા વ્યક્ત કરી છે. જો તમને પણ ક્યારેય નકલી નોટો જોવા મળે, તો આવી સ્થિતિમાં શું કરવું તે અહીં સમજી લો…
ક્યારે કેટલી નકલી નોટો મળી આવી
માહિતી મુજબ, વર્ષ 2022-23માં 500 રૂપિયાની લગભગ 91,110 નકલી નોટો મળી આવી હતી. 2021-22માં 76,669 નકલી નોટો પકડાઈ હતી. તે જ સમયે, વર્ષ 2020-21માં 500 રૂપિયાની 39,453 નકલી નોટો પકડાઈ હતી. અહીં જોઈ શકાય છે કે 2021-22ની સરખામણીમાં 2022-23માં 500 રૂપિયાની નકલી નોટો 14.6 ટકા વધુ છે. નકલી નોટોની રિકવરી દર વર્ષે વધી રહી છે. એટલે કે બજારમાં નકલી નોટોની ઘૂસણખોરી સતત વધી રહી છે.
નકલી નોટ મળવા પર આ કામ કરો
ATM માંથી નકલી નોટ નીકળવા પર
- આરબીઆઈના નિયમો મુજબ, જો કોઈ બેંકના એટીએમમાંથી નકલી નોટ નીકળે છે, તો તે બેંક તે નોટ બદલશે.
- જો આવું થાય તો સૌથી પહેલા ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડને તેની જાણ આપી.
- ધ્યાનમાં રાખો કે તમારે એટીએમની સામે જ નકલી નોટની ઓળખ કરવાની રહેશે.
- તેના પછી, નોટની આગળ અને પાછળ બંને બાજુ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બતાવવાની રહેશે.
લેવડદેવડમાં મળવા પર
જો તમને મોટા પાયે નકલી નોટો મળે છે, તો તેને જલ્દીથી જલ્દી આરબીઆઈની નજીકની શાખામાં લઈ જાઓ. યાદ રાખો કે, તમારી પાસે આનો સંપૂર્ણ પુરાવો હોવો જોઈએ. તેની સાથે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ તેની જાણ કરો.
બેંક બ્રાન્ચમાં ફેક નોટ મળવા પર
જો કોઈ વ્યક્તિ બેંકમાં નકલી નોટો જમા કરાવવા આવે છે અને તે રકમમાં નકલી નોટો બહાર આવે છે, તો બેંક તે નકલી નોટોને જપ્ત કરી શકે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.