વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવા માટે ચાદર મોકલી છે. તેમને મંગળવારે લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની અને અન્યને ચાદર સોંપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવા માટે ચાદર મોકલી છે. તેમને મંગળવારે લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની અને અન્યને ચાદર સોંપી છે. તમને જણાવી દઈએ કે સૂફી સંતોમાંના એક ચિશ્તીની પુણ્યતિથિ પર આ ઉર્સનું આયોજન કરવામાં આવે છે. તેમને ‘ગરીબ નવાઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉર્સ દરમિયાન અહીં લોકોની ભારે ભીડ એકઠી થાય છે.
દર વર્ષે મોદી મોકલે છે ચાદર
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ‘અજમેર શરીફ દરગાહમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવા માટે ચાદર સોંપી.’ જણાવી દઈએ કે પીએમ મોદી દર વર્ષે આ આયોજન માટે પરંપરાગત ચઢાવા તરીકે ચાદર ચઢાવતા રહે છે.
દેશની સમૃદ્ધિની કામના કરીને મોકલી ચાદર
ભારતીય જનતા પાર્ટીના અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હુસૈન ખાને આ માહિતી આપી છે કે મોરચા પ્રમુખ જમાલ સિદ્દીકી બુધવારે અજમેર જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ ચાદર ચઢાવશે. હુસૈન ખાને એમ પણ કહ્યું કે પીએમ મોદીએ દેશની સમૃદ્ધિની કામના કરીને આ ચાદર આપી છે.