ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા પી.ડી.યુ મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ ખાતે સી.પી.આર. (કાર્ડીઓ પલ્મોનરી રીસર્સીટેશન) તાલીમ કેમ્પ પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સી.પી.આર. કેમ્પમાં આશરે ૧૪૦૦ પોલીસ જવાનોને તાલીમ અપાઇ હતી. પોલીસના જવાનો ‘અંગદાન એ મહાદાનના સુત્રને સાર્થક’ કરતો મહાસંકલ્પ કર્યો હતો. સી.પી.આર.ના રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું. જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહયુ હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ દ્વારા આરોગ્યલક્ષી અનેક વિધ પગલા લેવાયા છે. ખાસ કરીને કોરોનો કાળમાં તેમણે રસીકરણ થકી લોકોને કોરોના સામે સુરક્ષિત હતા જેની વિશ્વસ્તરે નોંધ લેવાઇ હતી. તેમજ આયુષ્માન ભારત યોજના થકી લોકોને આરોગ્ય માટેનું સુરક્ષા કવચ આપ્યુ છે. ત્યારે હ્દય રોગના હુમલાના બનાવોને અટકાવવાના પ્રયાસ રૂપે પોલીસને પણ હવે સુરક્ષા સાથે સી.પી.આર.ના માધ્યમથી સેવાનું કામ કરવાનો અવસર મળ્યો છે. રાજય સરકાર દ્વારા આ ખુબ મહત્વનો કાર્યક્રમ થયો છે. બ્રેઇન ડેડ વ્યકતિનું વધુને વધુ અંગદાન થાય તે માટે શહેર તેમજ ગ્રામ્યકક્ષાએ જન જાગૃતિ જરૂરી છે. અંગદાન થકી અનેક માનવીની જિંદગી સુધરી શકે છે. આ તકે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ કહયુ હતું કે ‘‘આજની વ્યસ્ત જીવન શૈલીના કારણે હાર્ટ એટેકના બનાવો વધી રહયા છે. હાર્ટ સર્જનો પણ તેમાંથી બાકાત નથી. એવા સંજોગોમાં પોલીસ વિભાગને સી.પી.આર. ટ્રેનિંગના માધ્યમથી પ્રાથમિક સારવાર માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેથી હાર્ટ એટેકના બનાવો બનાતા અટકાવી શકાય. અને માનવીનું જીવન બચાવી શકાય. આમ હાર્ટ એટેકના બનાવો અટકાવવા સી.પી.આર.ની ભૂમિકા મહત્વની રહેશે’’ પ્રાસંગિક પ્રવચન મેડિકલ એસોસીએશનના ડો. અતુલ પંડ્યાએ કર્યુ હતું. ડેમોન્સ્ટ્રેશનના માધ્યમ દ્વારા સી.પી.આર. ટ્રેનિંગથી મહાનુભાવોને અવગત કરાયા હતા. આકસ્મિક સમયે આવતા હાર્ટ એટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડીત વ્યક્તિના જીવ બચાવવાની પ્રાથમિક સારવાર ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ દ્વારા અપાઇ હતી. આ કેમ્પમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, મેયરશ્રી પ્રદીપ ભાઈ ડવ, ધારાસભ્ય સર્વેશ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, અગ્રણી શ્રી મુકેશ દોશી, કલેકટરશ્રી પ્રભવ જોશી, ડી.ડી.ઓ. શ્રી દેવ ચૌધરી, રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, ડી.સી.પી. સુધીર દેસાઈ, સજજન સિંહ પરમાર, પૂજા યાદવ, સી.આઇ.ડી. ક્રાઇમના પાર્થ રાજ સિંહ ગોહિલ, જેલ સુપ્રિટેન્ડન્ટ બન્નો જોશી, પી.ડી.યુના અધિક્ષક ડો. રાધે શ્યામ ત્રિવેદી, પીઆઇ, એએસઆઇ, કોન્સટેબલ સહીતના પોલીસ જવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.