અમદાવાદમાં વરસેલા થોડા વરસાદમાં રાણિપથી કાળીગામના અંડરપાસમાં પાણી ભરાયા છે. દર વખતે જોવા મળતી અહીંની સમસ્યા અત્યારથી જ જોવા મળી રહી છે. પાણી ભરાતા અહીંથી વાહનચાલકોને પાછા જવું પડ્યું હતું.
અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. રાણિપથી કાળીગામને જોડતા અંડરપાસની અંદર વહેલી સવારે પાણી ભરાયા હતા. અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને લઈને પાણી ભરાવાની શરુઆત થઈ ચૂકી છે. ક્યાંક હજૂ પણ અંડરપાસ તેમજ નીચાણવાળી જગ્યાઓ પર પાણી ભરાય છે. કાળીગામ પાસેના અંડર પાસનાં પાણી ભરાયેલું રહેતા વાહનચાલકનો અવર જવર કરવામાં મુશ્કેલી હતી. સવારે 10 વાગે અહીંથી પીકઅવર્સના સમયમાં મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થતા હોય છે પરંતુ પાણી ભરાવાના કારણે તેમના માટે પસાર થવું મુશ્કેલ હતું.
હજૂ અમદાવાદ શહેરેમાં જેવો વરસાદ વરસવો જોઈએ તેવો વરસાદ નથી પડ્યો. ચોમાસું સત્તાવાર રીતે નથી બેઠું ત્યારે વાવાઝોડાના પગલે થયેલી અસરથી પડેલા વરસાદમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ પ્રકારના અંડરપાસ છે ત્યાં પાણી ભરાઈ રહ્યા છે. કાળીગામ પાસેના અંડરપાસમાં દર વખતે પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. સ્માર્ટ સિટી અમદાવાદની આ પ્રકારે વાસ્તવિકતા સામાન્ય વરસાદમાં જોવા મળી રહી છે. વરસાદી માહોલ હજૂ આગામી સમયમાં વધુ જામશે ત્યારે મુશ્કેલી વધુ પડી શક છે.