દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને એવી નોકરી મળે, જે સરળ હોય અને તેને કરવા માટે તેને ઘણા રૂપિયા મળે. પરંતુ, મોટાભાગના લોકોના મનની આ ઈચ્છા પૂરી થતી નથી. આનું કારણ એ છે કે તગડો પગાર મેળવનારા લોકો પર કામનો બોજ અને જવાબદારીઓ ઘણી વધારે હોય છે. પરંતુ, દુનિયામાં કેટલીક એવી નોકરીઓ છે, જેમાં મહેનત ઓછી અને રૂપિયા (High Paying Jobs) વધારે હોય છે. આ ખૂબ જ અનન્ય કાર્યો છે અને મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી. આવું જ એક કામ છે ઘોડાઓના વાળ કાપવાનું. આપને જાણીને નવાઈ લાગશે કે કેટલાક દેશોમાં આ કામ કરનારા ટ્રેન્ડ લોકો એક ઘોડાના વાળ કાપવા માટે 12,000 રૂપિયા સુધી ચાર્જ કરે છે.
ડેઈલી મેઈલના એક સમાચાર મુજબ દુબઈ, સાઉદી અરેબિયા, કતાર, ઈરાન અને કુવૈત જેવા દેશોમાં પ્રોફેશનલ હોર્સ ગ્રૂમર્સની ભારે માગ છે. ઘોડાઓને સુંદર બનાવવા માટે, તેમના વાળ સરસ રીતે કાપવામાં આવે છે. દરેક જણ આ કામ કરતું નથી. ઘોડાના હેર ડ્રેસર તરીકે કામ કરતા લોકોની અછત છે. આ જ કારણ છે કે કેટલાક દેશોમાં ઘોડાના વાળ કાપવા માટે જ 150 ડોલર પ્રતિ કલાક મળે છે. ઘોડાના વાળ કાપીને તેને અદ્ભુત લુક આપવામાં માત્ર એક કલાકનો સમય લાગે છે. ટ્રેન્ડ હેર ડ્રેસર દિવસમાં 10 ઘોડાઓના વાળ કાપે છે. આ રીતે તે એક દિવસમાં 1.20 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે.
કેમ છે આટલા રૂપિયા ?
ઘણા દેશોમાં સારા ઘોડા હોવા એ ગર્વની વાત છે. દુબઈ, સાઉદી અરેબિયા, કતાર, ઈરાન અને કુવૈત સહિત ઘણા દેશોમાં હોર્સ રેસિંગ અને હોર્સ શો યોજાય છે. ઘોડાના શોમાં ઘોડાની ઊંચાઈ અને તાકાતની સાથે તેની સુંદરતા પણ તેને જીતવા માટે ઘણું મહત્વ ધરાવે છે. તેથી જ ઘોડાઓને શણગારવામાં આવે છે. ઘોડાના વાળને પણ સુંદર આકાર આપવામાં આવે છે, ખાસ કરીને પૂંછડી અને ગરદનના વાળને. સરસ રીતે કપાયેલા વાળ ઘોડાની સુંદરતામાં વધારો કરે છે. તેથી જ ટ્રેન્ડ હોર્સ હેર ડ્રેસર્સ દરરોજ લાખો રૂપિયા કમાવી લે છે.