મૂળ બાલીસણા ગામના વતની અને વર્ષોથી પાટણ શહેરમાં રહેતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ કાર્યકર અને રાષ્ટ્રીય શૈક્ષીક સંઘના પ્રદેશ પ્રમુખ ભીખાભાઇ પટેલના પુત્ર અને નવ યુવાન ડોક્ટર મૌલિક ભીખાભાઇ પટેલ મેડિકલનું શિક્ષણ પુર્ણ કરીને ગુજરાતના જનજાતિ વિસ્તારમાં 4 વર્ષ સુધી 2800 કિલો મીટરની સાયકલ યાત્રા કરી જનજાતિ સમાજમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર, પ્રસાર કરી વધારે અભ્યાસ કરવા માટે કેનેડા ગયા હતા.
તાજેતરમાં તેમના પી.આર. કમ્પલીટ થયા બાદ ડો.મૌલિક કેનેડા તથા નોર્થ અમેરિકાના વિવિધ વિસ્તારોમા અને પછી અમેરિકાના અન્ય વિસ્તારમાં અત્યારે,વસુધૈવ કુટુમ્બકમના સંદેશા સાથે સાયકલ પર વિશ્વ ના પ્રવાસે નીકળેલ છે. ડો.મૌલીક હાલમાં નોર્થ અમેરીકાના યુકોન પ્રદેશનાં પર્વતો અને જંગલોના વિસ્તારમાં ફરી રહ્યા છે, ત્યાનાં સ્થાનિક રહીશો સાથે રહી તેમને ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય વિશેષતાઓ ના દર્શન કરાવી રહ્યા છે.
નોંધનીય છે કે, ડો.મૌલિક બાલ્યાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. પરિવાર તરફથી પણ રાષ્ટ્રીય વિચારધારા બાલ્ય અવસ્થામાં મળેલ હોવાથી મૌલિકને ભારતીય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ મુકવામાં ચોક્કસ સફળતા મળશે. આ યાત્રા સફળ રહે તેવી તેમના પરિવાર જનો અને મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવી છે.