રાજ્યસભાની ચૂંટણી માટે બાબુ દેસાઈ અને કેસરસિંહ ઝાલાનું નામ જાહેર કરાયું છે. કોંગ્રેસ તરફથી કોઈ ફોર્મ નથી ભરાયું ત્યારે આપનું પણ સંખ્યાબળ ન હોવાથી આ વખતે બિન હરીફ ચૂંટણી થશે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં બે નામો પડથી સસ્પેન્સ આખરે આજે હટ્યો છે.
રાજ્યસભાના સાંસદની ચૂંટણી આ વખતે ગુજરાતમાં 24 જુલાઈના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરના ફોર્મ ભર્યા બાદ એ અટકળો હતી કે, કોનો સમાવેશ કરવામાં આવશે. કયા નામો ઉમેરાશે ત્યારે આ વાતથી પડદો ઉઠાવતા નવા નામો જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ તરીકે બાબુ દેસાઈ અને કેસરસિંગ ઝાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ નિતીન પટેલ અને વિજય રુપાણીના નામોને લઈને પણ ચર્ચા હતી જો કે, તેમને રાજસ્થાન અને પંજાબની જવાબદારી અપાતા રાજ્યસભાના સાંસદના નામો કયા હશે તેને લઈને ઉત્સુકતા હતી. જે હવે પૂર્ણ થઈ છે. ગુજરાત સાથે પશ્ચિમ બંગાળમાં પણ રાજ્યસભાના સાંસદનું નામ જાહેર કરાયું છે.
કેસરીસિંહ ઝાલા – વાંકાનેર
2011થી ભાજપમાં જોડાયેલા કેસરીસિંહ વાંકાનેરના રાજવી પરીવારના વતની છે. કેસરીસિંહે ભાજપમાં વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ માટે ઘણી મહેનત કરી હતી અને આ સીટ ભાજપને ફાળે ગઈ હતી.
બાબુ દેસાઈ – બનાસકાંઠા
બાબુ દેસાઈ કાંકરેજમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ભાજપથી બનાસકાંઠામાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે આ સાથે તેઓ સેવાકીય કામો માટે પણ જાણીતા છે. ભાજપે ફરી એકવાર મોટી જવાબદારી આપી છે.