ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુલેએ મંગળવારે કહ્યું કે જો શિવસેના (ઉદ્ધવ-બાલાસાહેબ) નેતા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું અપમાન કરતા રહેશે તો એનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ શકે છે. તેમણે કહ્યું કે અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. આગળ જે કંઈ પણ થશે તો તેના માટે ભાજપ જવાબદાર નહીં હોય.
બાવનકુલેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેનું માનસિક સ્વાસ્થ્ય બગડી ગયું છે. તેમને સારવાર લેવાની જરૂર છે. ભાજપના નેતાએ સોમવારે ઉદ્ધવ દ્વારા ફડણવીસ માટે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ પ્રહારો કર્યા. તેમણે શિવસેના (ઉદ્ધવ-બાળાસાહેબ) પ્રમુખને કલંકિત પૂર્વ મુખ્યમંત્રી કહ્યા. ઠાકરેને ફડણવીસનું ફરીથી અપમાન કરવાનો પડકાર ફેંકતા પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું કે તેઓ જ્યાં પણ જશે ત્યાં વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે.
બાવનકુલેએ 2014 થી 2019 દરમિયાન મુખ્ય મંત્રી રહેલા ફડણવીસ દ્વારા કરવામાં આવેલા કામ વિશે પણ વાત કરી. તેમણે આરોપ લગાવ્યો કે ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે રાજ્ય માટે કંઈ કર્યું નથી. તેમણે કહ્યું કે જો ઠાકરે ફડણવીસ અને શાહનું અપમાન કરવાનું ચાલુ રાખશે, તો તેનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. તેમણે કહ્યું કે આ માટે ભાજપ જવાબદાર રહેશે નહીં.
શું હતું ઉદ્ધવ ઠાકરેનું સંપૂર્ણ નિવેદન?
નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસના ગૃહ મતવિસ્તાર નાગપુરમાં કાર્યકરોને સંબોધિત કરતી વખતે તાજેતરમાં કહ્યું હતું કે ભાજપના નેતા નાગપુર પર એક ‘કલંક’ છે કારણ કે તેમણે કહ્યું હતું કે તેઓ એનસીપી સાથે ગઠબંધન નહીં કરે, પરંતુ તેમ છતાં પણ તેમણે આવ્યા કર્યું.” ઠાકરેએ ફડણવીસની જૂની ઓડિયો ક્લિપ ચલાવી જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ક્યારેય એનસીપી સાથે હાથ નહીં મિલાવે. આ ક્લિપ ચલાવતી વખતે ઠાકરેએ કહ્યું કે બીજેપી નેતાની ના નો અર્થ હા થાય છે.
ઠાકરેના નિવેદનનો ભાજપ-ગડકરીએ કર્યો વિરોધ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ માટે આવી ભાષાનો ઉપયોગ કરવા બદલ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ઠાકરેની ટીકા કરી. તે જ સમયે, ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ નાગપુર એરપોર્ટ નજીક ઠાકરેના પોસ્ટર ફાડીને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ભાજપના એક સ્થાનિક નેતાએ કહ્યું કે તેઓ મંગળવારે સવારે ઠાકરે વિરુદ્ધ શહેરમાં વિરોધ પ્રદર્શન કરશે. ગડકરીએ ઠાકરેની ટિપ્પણીની નિંદા કરી.