ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક તરીકે હેન્ક Teslaની વાત કોઈનાથી છુપાયેલી નથી. સમગ્ર વિશ્વમાં આ બ્રાન્ડનો મોટો ચાહક વર્ગ છે. જો કે Tesla લક્ઝરી અને મોંઘી કારના પ્રોડક્શન માટે પોપ્યુલર છે, પરંતુ હવે કંપની માસ માર્કેટ માટે સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Teslaએ તાજેતરમાં જ તેના આગામી બે ઇલેક્ટ્રિક વ્હીકલનું ટીઝર પણ બહાર પાડ્યું છે. આ સિવાય એલોન મસ્કની આ કંપની ભારતમાં પ્રવેશવાના રસ્તાઓ પણ શોધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Tesla Incએ લોકલ સેલિંગ અને એક્સપોર્ટ માટે ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે ભારતમાં ફેક્ટરી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
સૌ પ્રથમ, ચાલો Teslaની આગામી બજેટ ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે વાત કરીએ. Teslaએ તેની આગામી ઇલેક્ટ્રિક કારનું બીજું ટીઝર રિલીઝ કર્યું છે. આ EV, Teslaનું સૌથી નાનું અને સસ્તું મોડલ હોવાને કારણે તેને ‘મોડલ 2’ નામ આપવામાં આવે તેવી અપેક્ષા છે. ટીઝરને જોઈને, તે હાઈ-રાઈડિંગ ક્રોસઓવર જેવું લાગે છે, શક્ય છે કે કંપની હાલના મોડલ Y અને મોડલ 3માંથી કેટલાક સ્ટાઇલ અને ડિઝાઈન એલિમેન્ટ્સ પણ એડ થઇ શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ કાર સાઈઝમાં નાની હશે અને તેને માસ માર્કેટ માટે તૈયાર કરવામાં આવી રહી છે. તે વર્તમાન મોડલ્સ કરતાં વધુ પોસાય તેમ હોવાથી તેના વધુ સેલિંગની અપેક્ષા રાખી શકાય છે. એલોન મસ્કના જણાવ્યા અનુસાર, તે સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર આધારિત હશે, જે મોડલ 3 અને Yના પ્લેટફોર્મની કિંમત કરતાં અડધી હશે.
બેટરી પેક વિશે શું રિપોર્ટ
જો કે આ આવનારી કાર વિશે હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી શેર કરવામાં આવી નથી, પરંતુ જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, કંપની તેમાં લગભગ 60kWh ક્ષમતાનું બેટરી પેક આપી શકે છે. એવું માનવામાં આવે છે કે નવી Tesla સબ-50kWh પેક અને લગભગ 300-350 કિમીની રેન્જ સાથે ઓફર કરવામાં આવી શકે છે.
શેરહોલ્ડર્સની મીટિંગમાં, Teslaના બોસ એલોન મસ્કે જણાવ્યું હતું કે કંપની ટૂંક સમયમાં બે નવા ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરશે અને કંપની એક વર્ષમાં આ બે વ્હીકલના 50 લાખથી વધુ એકમોનું પ્રોડક્શન કરી શકે છે. Tesla એક નહીં પરંતુ બે નવી કાર લાવી રહ્યું છે, જો કે બીજા મોડલ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ ટીઝર ઈમેજ જોતા એવું લાગે છે કે તે એક વાન છે.
ભારતમાં પ્રવેશ માટેની તૈયારી
તાજેતરમાં, એવા સમાચાર આવ્યા હતા કે કંપની Tesla ઇન્ક.ના વરિષ્ઠ અધિકારીઓનું એક ગ્રુપ ભારત આવ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, Tesla ઇન્ક (TSLA.O) એ કાર અને બેટરી પ્રોડક્શન માટે ભારત દ્વારા ઓફર કરવામાં આવતા પ્રોત્સાહનો વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આ રિપોર્ટમાં આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક વ્યક્તિને ટાંકીને કહેવામાં આવ્યું છે કે Tesla ભારતીય માર્કેટમાં નવેસરથી એન્ટ્રી કરવા માટે જોઈ રહી છે. કંપનીએ ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EVs) બનાવવા માટે ફેક્ટરી સ્થાપવાની દરખાસ્ત કરી છે.
આપને જણાવી દઈએ કે, Tesla હજુ પણ ટેસ્ટિંગ મોડમાં છે અને લોકલ પોલીસીઓને સમજવાનો પ્રયાસ કરી રહી છે. જો કે Tesla અધિકારીઓની આ મુલાકાત અંગેની વિગતવાર માહિતી કંપની કે કોઈપણ ભારતીય મંત્રાલય દ્વારા જાહેરમાં જાહેર કરવામાં આવી નથી. એવા પણ અહેવાલ છે કે Teslaના અધિકારીઓ ભારતના આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરને મળ્યા હતા. જોકે, ભારતમાં Teslaની એન્ટ્રી વિશે વધુ કહેવું મુશ્કેલ છે.
એલોન મસ્કે ટેક્સ ફ્રીની માંગ કરી હતી
એલોન મસ્કે એકવાર સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર (જે હવે તેની માલિકી ધરાવે છે) પર તેની એક પોસ્ટમાં એક યુઝર્સને જવાબ આપ્યો હતો કે, “તેઓ ભારતમાં તેમની Tesla કાર લોન્ચ કરવા માટે સરકાર સાથે લડી રહ્યા છે. વાસ્તવમાં, તે યુઝર્સે ટ્વિટર પર એલોન મસ્કને પૂછ્યું હતું કે, “તેઓ ભારતમાં Tesla કાર ક્યારે લોન્ચ કરી રહ્યા છે.” જ્યારે સરકારે એલોન મસ્કના “ચેલેન્જ”ના દાવાને નકારી કાઢ્યા હતા, ત્યારે મીડિયામાં એક અહેવાલ આવ્યો હતો કે મસ્ક સોશિયલ મીડિયા દ્વારા સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને દેશમાં આયાત કરવા માંગે છે.