વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત સફળતાના 9 વર્ષ પુર્ણ થયા છે તે સંદર્ભે બક્ષીપંચ મોરચા દ્વારા ગત મહિનામાં જનસંપર્ક, ખાટલા બેઠક સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તે દરમિયાન જનતાએ વડાપ્રધાનને આભાર પાઠવતા 1.25 લાખ જેટલા પોસ્ટકાર્ડ રાજયની જનતાએ લખેલા છે જેને બક્ષીપંચ મોરચા દ્વારા દિલ્લી મોકલવામાં આવનાર છે. જે કાર્યક્રમ આજે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, બક્ષીપંચમોરચાના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે સહિત બક્ષીપંચ મોરચાના પ્રમુખ મંયકભાઇ નાયક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશની રાજનીતીમાં જનસંઘથી ભાજપાની યાત્રામાં પાર્ટી આજે સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે જેમાં વિવિધ મોરચાનુ પણ મહત્વનું યોગદાન રહ્યુ છે. મોરચા દ્વારા વિવિધ જનસંપર્ક કાર્યક્રમો કરવામાં આવ્યું છે તેમાં બક્ષીપંચ મોરચાએ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં વિવિધ જનસંપર્ક કાર્યક્રમો થકી જનતા સુધી પહોંચી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાની માહિતી પહોચાડી છે જેનો એક પુરાવો આ સવા લાખ પત્રો છે જે જનતાએ લખેલા છે તેને આજે દિલ્હી મોકલવામાં આવશે.
આ કાર્યક્રમમાંમંયકભાઇ નાયકે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સફળતાના 9 વર્ષ પુર્ણ થતા બક્ષીપંચ મોરચા દ્વારા 25 રથ દ્વારા ગુજરાતની તમામ વિધાનસભા અને લોકસભાનો પ્રવાસ કરી જન સંપર્ક કરી સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવનાર જનતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યકત કરતા પોસ્ટકાર્ડ લખાવામાં આવ્યા હતા. જે પોસ્ટકાર્ડ દિલ્હી મોકલવામાં આવશે. તેમજ બક્ષીપંચ મોરચા દ્વારા જનસંપર્ક થકી લોકસભાની ચૂંટણીમાં દરેક બેઠક પાંચ લાખથી વધુ મતોથી જીતવાનો સી.આર.પાટીલના સંકલ્પ ને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.