વડતાલ ધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારણી બેઠક મળી ગૌરક્ષા, ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા માટે હિન્દુ ધર્મ સેનાની સ્થાપના થઈ હતી વડતાલ ધામ ખાતે ૩ જુનના અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારિણી બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ તેમજ વિશેષ આમંત્રિત સંતોનીઉપસ્થિતિ સાથે દરેક જિલ્લા અને તાલુકા ના પદાધિકારીઓ સંતો તેમજ હિન્દુ સેનાર્થીઓ હાજર રહ્યા હતા. અખિલ ભારતીય સંત સિમિત ગુજરાત દ્વારા ગૌરક્ષા,ગંગા રક્ષા, ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા માટે હિન્દુ ધર્મ સેનાનું ૩ જાન્યુઆરી ૨૦૨૧ના નિર્માણ કરવામાં આવ્યુ હતું. આ સેના હિન્દુ ધર્મ માટે કાર્યરત હોય અને રાષ્ટ્ર પ્રેમી હોય ત્યારે બોટાદ જિલ્લામાં હિન્દુ ધર્મ સેનાના દરેક હોદ્દેદારોની આ બેઠકમાં નિમણૂક કરવામાં આવી હતી. આ સંગઠન બનાવવા પાછળ વિસામણબાપુની જગ્યા પાળીયાદ ધામના અખિલ ભારતીય સંત સમિતિના સભ્ય અખિલ ભારતીય સંત શગિતિ, ગુજરાત પ્રારંશ કાકાણી કાશ્કર તિવારી સ્વામી, સુદ ૧ સહક સુધી ભયલુબાપુ નો સિંહ જ્ઞળો હતો. સૌરાષ્ટ્રની પ્રખ્યાત દેહાણની જગ્યા એટલે વિસામણબાપુની જગ્યા પાળિયાદ ધામના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબાના પ્રતીક રૂપે ભયલુબાપુએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.હિન્દુ ધર્મ સેના – બોટાદ જીલ્લાના પ્રમુખ તરીકે ડો.જીગ્નેશભાઈ મનહરલાલ હડીયલ , ઉપ પ્રમુખ તરીકે ભુપતભાઈ દાદાભાઈ ઘાઘલ, અમિતભાઈ લાલજીભાઈ કોશીયા,રમણભાઈ ભુદરભાઈ ગાંભવા,મહામંત્રી તરીકે દશરથસિંહ ભાવુભા મકવાણા, અનિલભાઈ પ્રવીણભાઈ જાદવ, મંત્રી તરીકે પ્રતિકભાઈ ગિરીશભાઈ યાદવ, સંજયભાઇ ધીરૂભાઈ મેખીયા, સંગઠન મંત્રી તરીકે મયુરભાઈ પરસોત્તમભાઈ મકવાણાની વરણી કરાઈ છે.