આજે પ્રજ્ઞેશ પટેલની જામની અરજીની સુનાવણી કોર્ટમાં થઈ હતી. અગાઉ પ્રજ્ઞેશ પટેલના વકીલ તરફથી જામીન માટે અરજી કરાઈ હતી. જે મામલે વકીલોએ દલીલો રજૂ કરી હતી. તથ્યએ કરેલા અકસ્માત બાદ પિતા પ્રજ્ઞેશ પટેલ લોકોને ધમકાવીને ત્યાંથી તથ્યને લઈ ગયા હતા આ મામલે અગાઉ કેસ દાખલ થયો હતો. પોલીસે રીમાન્ડની માગ ન કરાતા આ મામલે જામીન માટે અરજી કરાઈ હતી. જો કે, હવે આ જામીન મામલે 9 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે.
જો કે, આ મામલે પ્રજ્ઞેશ પટેલ અકસ્માતના ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે લોકો સાથે ઝગડ્યા હતા અને ગાળો બોલી, ધમકી આપી હોવાનું નિવેદન સાહેદો દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યાં ધમકી આપી તથ્યને તેઓ હોસ્પિટલ લઈ ગયા હતા. અત્યારે તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જેલમાં બંધ છે. તથ્યએ કરેલા આ અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. ત્યારે પોલીસ સ્ટેશનમાં લોકોને ધમકાવવા મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જો કે, બચાવ પક્ષની દલીલો બાદ સરકારી વકીલે કહ્યું કે, તેઓ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. જમીન, ધમકી તેમજ મહિલા પોલીસ મથકના ગુનાઓ પણ દાખલ છે. તેઓ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે તેમ સરકારી વકીલે કહ્યું હતું. જો કે, આ મામલે સુનાવણી 9 ઓગસ્ટના રોજ મુકરર રાખવામાં આવી છે.