દાહોદની સેન્ટ સ્ટીફન સ્કૂલમાં ધર્માંતરણ અને લવજેહાદના પાઠ ભણાવાતા હોવાના ગંભીર આક્ષેપો સાથેની તે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનાં વાલીઓની ફરીયાદને આધારે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ તે સ્કૂલના જવાબદાર આચાર્ય તથા પાદરીને મળી ઉપરોક્ત વિષયે રજૂઆત કરી લવજેહાદ તેમજ ધર્માનતરણના પાઠ ભણાવનાર શિક્ષિકાને નોકરીમાંથી તાત્કાલિક બરતરફ કરવાની માગણી કરતા જવાબદારોએ આ મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કર્યા બાદ કસુરવાર સામે ઘટતા પગલાં લેવાની હૈયાધારણ આપી હોવાનું જાણવા મળ્યું છે. દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ સેન્ટ સ્ટીફન સ્કૂલમાં ધોરણ સાતની વિદ્યાર્થીઓને ભણાવતા એડલિન નામના શિક્ષિકા પોતાના વર્ગના વિદ્યાર્થીઓને લવ જેહાદ અને ધર્માંતરણના પાઠ ભણાવતા હોવાના ગંભીર આક્ષેપો ભરી ફરિયાદ તે ધોરણના વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને કરતા વાલીઓએ આ બાબતની ગંભીરતાને પારખી દાહોદ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના પદાધિકારીઓને મળ્યા હતા. અને ઉપરોક્ત બાબતે રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે દાહોદના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો દાહોદની સેન્ટ સ્ટીફન સ્કૂલમાં દોડી ગયા હતા. અને શાળાના જવાબદાર પ્રિન્સિપાલ તેમજ પાદરીને મળી ધોરણ સાત ની એડલિન નામની સદર શિક્ષિકા તેમના વર્ગના વિદ્યાર્થીઓને લવ જેહાદ તેમજ ધર્માંતરણના પાઠ ભણાવતી હોવાના ગંભીરઆક્ષેપ ભરી રજુઆત કરી તે શિક્ષિકા ને તાત્કાલિક અસરથી બરતરફ કરવાની માગણી કરતા, શાળાના પ્રિન્સિપાલે શાંતિ પૂર્વક રજૂઆત સાંભળ્યા બાદ આ મામલે સદર શિક્ષિકાની ઘનિષ્ઠ પૂછપરછ કરી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કર્યા બાદ કસુર સામે ઘટતા પગલાં લેવાની હૈયા ધારણ આપી હતી.