રોગચાળાના નિષ્ણાત વુ જુન્યોએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે સંક્રમણના દરમાં વર્તમાન વધારો જાન્યુઆરીના મધ્ય સુધી ચાલશે, જ્યારે બીજી લહેર જાન્યુઆરીના અંત સુધીમાં તીવ્ર થવાની સંભાવના છે.
અહેવાલ મુજબ, લાખો લોકો સામાન્ય રીતે આ સમયે પરિવાર સાથે રજાઓ ગાળવા માટે મુસાફરી કરે છે. જુન્યોએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાવાયરસ કેસમાં ત્રીજો વધારો ફેબ્રુઆરીના અંતથી માર્ચના મધ્ય સુધી ચાલશે, કારણ કે લોકો રજાઓ ગાળ્યા પછી કામ પર પાછા ફરે છે. તેમણે કહ્યું છે કે રસીકરણને કારણે ગંભીર કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે, 80 અને તેથી વધુ વયના અડધાથી ઓછા લોકોને રસીના ત્રણ ડોઝ મળ્યા છે. વૃદ્ધ લોકોમાં ગંભીર કોવિડ લક્ષણો હોવાની શક્યતા વધુ હોય છે.
માહિતી અનુસાર, રોગચાળાના નિષ્ણાત વુ જુન્યોની ટિપ્પણીઓ અમેરિકાની એક પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાએ આ અઠવાડિયાની શરૂઆતમાં અહેવાલ આપ્યા બાદ આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીન માને છે કે 2023માં કોવિડ કેસમાં વિસ્ફોટ થયા બાદ ચીનમાં 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામી શકે છે.
સરકારે 7 ડિસેમ્બર પછી સત્તાવાર રીતે કોઈ કોવિડ મૃત્યુની જાણ કરી નથી. જ્યારે તેમની શૂન્ય-કોવિડ નીતિ સામે ભારે વિરોધ બાદ પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. જો કે, બીજિંગમાં કોવિડ-સંબંધિત મૃત્યુના વાસ્તવિક રિપોર્ટ્સ છે.