બાગાયત ખાતાની વર્ષ-2023-24 માટે નવી યોજના, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના નવી બાબત તરીકે મંજૂર થયેલ છે. જેમાં જિલ્લાનાં ખેડૂતો પાસેથી અરજીઓ મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા 200 ચોરસ મીટર થી વધુમાં વધુ 500 ચોરસ મીટર ની શાકભાજીના ધરૂં ઉછેર માટે નાની નર્સરી બનાવવા આર્થિક સહાય આપવામાં આવે છે.
આ ઘટકમાં લાભ લેવા માંગતા પાટણ જિલ્લાના તમામ પ્રકારના ખેડૂતો પાસેથી સરકારના i khedut.portal ના માધ્યમ મારફતે તા. 19.07.2023 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. તેથી લાભ મેળવવા માંગતા ખેડૂતોએ ઓન લાઇન અરજી કરવી.
ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી નિયત જગ્યાએ ખેડૂતે સહી કરી નિયત સમયમાં જરૂરી સાધનિક કાગળો તેની પાછળ બિડાણ કરી, નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર-335-36, ત્રીજો માળ, તિરૂપતી માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ ખાતે જમા કરવા માટે નાયબ બાગાયત નિયામકે જણાવ્યું છે. ખેડૂતોને જિલ્લામાં અમલી સરકાર દ્વારા પુરસ્કૃત્ત યોજનામાં અમલી ઘટકોના લક્ષ્યાંક મુજબ સરકારના નિયમાનુસાર લાભ આપવામાં આવશે.