ઇ-ચલણના ફેક મેસેજથી સાવધાન રહેવા માટે પોલીસે લોકોને સાવધાન કરી રહી છે. લિંક ઈ ચલણની તમારા મોબાઈલમાં આવે તો એ ખોટી લિંક પણ હોઈ શકે છે. જેનાથી બચીને રહેવું જોઈએ. મેમો ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઘરે આવે છે ત્યારે જે લોકો મેમો ઈસ્યૂ નથી કરતા તેમને નોટિસ પણ જારી કરાય છે ત્યારે કેટલાક ફ્રોડ પણ આ મામલે લિંક મોકલી શકે છે.
ખોટી લિંકના આધારે ઇ-ચલણ ભરવાનું બાકી હોવાનો મેસેજ આવે તો ચેતજો. ઇ-ચલણના ફેક મેસેજ સામે પોલીસ વિભાગે છેતરપીંડીની નવી રીત સામે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
સાયબર ક્રાઇમના વધતા બનાવો વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને વધુ સાવચેત રહેવા માટે વારંવાર જણાવવામાં આવે છે. ત્યારે છેતરપિંડી આચરનાર શખ્સો દ્વારા નાગરિકોને
ઇ-ચલણના ખોટા મેસેજ મોકલીને રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવતો હોવાની જાણ ગુજરાત પોલીસને થઈ છે. જેના સંદર્ભમાં જનજાગૃતિ હેતુ પોલીસ વિભાગે લોકોને સાચી
માહિતીથી અવગત કર્યા છે.
અજાણ્યા નંબર પરથી નાગરિકોને તેમના વાહનના ઇ-ચલણ ભરવાનું બાકી છે તેવું મેસેજમાં જણાવી એક લિંક મોકલવામાં આવે છે. જેમાં https://echallanparivahan.in લિંક પર ક્લિક કરવા માટે જણાવવામાં આવે છે. આ લિંક પર ક્લિક કરવાથી અજાણ્યો વ્યક્તિ બેન્ક એકાઉન્ટ હેક કરી શકે છે.
ઇ-ચલણ ભરવા માટેની સાચી લિંક https://echallan.parivahan.gov.in છે. માટે નાગરિકોએ ઓનલાઈન સેવાનો ઉપયોગ કરતી વેળાએ ભળતી લિંક અને નામથી સાવચેત રહેવુ જરૂરી છે.