હળવદના ચરાડવા ગામે બે ઇસમોએ જેટકો કર્મચારીનું અપહરણ કર્યું
હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતે જેટકોના કર્મચારીને બે અજાણ્યા ઇસમોએ કોઈ કારણોસર અપહરણ કરી લઇ જઈને રૂમમાં ગોંધી રાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના મહેન્દ્રનગર ગામે રામેશ્વર હાઈટ્સમાં રહેતા મેહુલભાઈ મનસુખભાઈ ઈઢાટીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાભાઈ અમિતભાઈ (ઉ.વ.૩૦) વાળા ચરાડવા જેટકો કંપનીમાં નોકરી કરતા હોય અને તા. ૦૪ એપ્રિલના રોજ અમિતભાઈ સવારના સાડા સાતેક કલાકે ચરાડવા જેટકો ઓફિસે નોકરી જવા નીકળ્યા હતા અને બપોરના દોઢેક વાગ્યે અમિતભાઈ ઘરે ન આવતા ફોન કરી ક્યારે આવવાના છો તેમ ફરિયાદી મેહુલભાઈએ પૂછ્યું હતું જેથી તેઓએ મોડું થશે તમે જમી લેજો કહ્યું હતું અને સાંજના પાંચેક વાગ્યે ભાભી રીન્કલબેનને મોબાઈલમાં મેસેજ આવ્યો હતો જેમાં અમિતભાઈનો ફોન સ્વીચ ઓફ આવે છે ઘરે આવી ગયેલ છે કે કેમ તેમ પૂછતાં ઓફિસે હોય અને પિતાને ફોન કરી અમિતભાઈ ઘરે આવ્યા છે કેમ તે બાબતે પૂછતાં અમિતભાઈ ઘરે આવ્યા ના હોવાનું જણાવ્યું હતું જેથી અમિતભાઈના મોબાઈલમાં ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો અને રાત્રીના સુમારે અમિતભાઈને ફોન કર્યો પરંતુ ફોન બંધ આવતો હતો જેથી ચરાડવા જેટકો ઓફીસના મોબાઈલ નંબર પર ફોન કરી અમિતભાઈ વિશે પૂછતા તેઓ ઓફિસથી નીકળી ગયાનું જાણવા મળ્યું હતું
અને બાદમાં ચરાડવા જેટકોના જુનીયર એન્જીનીયર ઋત્વિક પટેલે ફોન કરી જણાવ્યું હતું કે બપોરે ત્રણેક વાગ્યે તેઓ અમિતભાઈ સાથે ઓફિસથી ઘરે જવા નીકળ્યા હોય અને અમિતભાઈ રોડ પર મોરબી જવા માટે વાહનની રાહ જોઇને ઉભા હોય ત્યારે તે હળવદ જતા રહ્યા હોવાનું ઋત્વીક્ભાઈએ કહ્યું હતું જેથી ફરિયાદી મેહુલભાઈ અને તેના મિત્ર મુન્નાભાઈ ભરવાડ બંને ભાઈને શોધવા ગયા હતા અને હળવદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે જાણ કરી હતી અને તા. ૦૭ ના રોજ સવારે પિતાના મોબાઈલ પર અમિતભાઈનો ફોન આવ્યો હતો જેમાં તેઓએ પરિવારના સભ્યો સાથે વાત કરી જણાવ્યું હતું કે બે ઈસમો અપહરણ કરી લઇ ગયા હતા તેઓ ક્યાં લઇ ગયા હતા તે ખબર નથી અને રૂમમાં પૂરી રાખ્યા છે તેમ કહી અમિતભાઈએ ફોન કાપી નાખ્યો હતો હળવદ પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે