જેમાં પીનલ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે તેમના પત્ની રૂપલબેન ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પિનલભાઈ પરીવાર સાથે તેઓ બહારથી ઘરે પરત ફર્યા ત્યારે એ સમયે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં પીનલ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે તેમના પત્ની રૂપલબેન ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ચરોતરને એનઆરઆઈનું હબ માનવામાં આવે છે અહીંથી અનેક લોકો વિદેશમાં સ્થાયી છે જેમાં પિનલભાઈનો પણ પરીવાર તેમાનો એક છે. અહીંના પરિવારો વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા છે. આ પરિવાર પણ ચરોતરથી ત્યાં અમેરીકામાં રહેતો હતો ત્યારે આ ઘટના બાદ ચકચારી મચી ગઈ છે. ત્યારે સમગ્ર મામલે ત્યાંની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમેરિકી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અશ્વેત દ્વારા લૂંટના ઈરાદે આ હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાતીઓ પર આ પહેલા પણ અનેક હુમલાઓ અગાઉ પણ બન્યા છે. આ હુમલામાં મૂળ કરમસદના રહેવાસી પીનલ પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પીનલ પટેલની પત્ની અને પુત્રીને પણ ગંભીર ઈજા થઈ હતી.