સકલ જૈન સમાજના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત ગુવાહાટી પહોંચ્યા હતા. અહીં સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં ભારત વિશે કહ્યું કે સદીઓથી આપણા દેશનું નામ ભારત છે. દુનિયામાં કશે પણ જાઓ તો તેનું નામ ભારત જ રહેવું જોઈએ. આપણે બોલવામાં, કહેવામાં અને લખવામાં દરેક જગ્યાએ ભારત જ કહેવું જોઈએ.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું, જો કોઈને સમજ ન આવે તો ચિંતા ન કરશો. તેને જરૂર હશે, તો તે સમજી જશે. આપણે જરૂર નથી, એને સમજવાની. આપણે આપણી જાતમાં સ્વતંત્રતા સક્ષમ છીએ. આજે વિશ્વને આપણી જરૂર છે. આપણા વિના દુનિયા ચાલી શકે નહીં. તેથી જ આપણે સમગ્ર વિશ્વને લઈને ચાલીએ છીએ. જગતના તમામ જીવો આપણા છે એ આપણું જ્ઞાન છે.
મોહન ભાગવતે કહ્યું- આપણા દેશનું નામ ભારત
મોહન ભાગવતે લોકોને આગ્રહ કરતા કહ્યું કે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ. લોકોએ આની આદત પાડવી જોઈએ. તેમણે કહ્યું, ‘ભારતનું નામ પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે. આને આગળ પણ ચાલુ રાખવું જોઈએ. જણાવી દઈએ કે મોહન ભાગે આ વાત સકલ જૈન સમાજના કાર્યક્રમમાં કહી. તેમણે કહ્યું કે આપણા દેશનું નામ સદીઓથી ભારત રહ્યું છે. આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રે ભારતનો ઉપયોગ કરવો જોઈએ.