અંકશાસ્ત્રમાં, વ્યક્તિ જન્મ તારીખથી મૂળાંક નંબર શોધીને વ્યક્તિ વિશે ઘણું જાણી શકે છે. મૂળાંક મુજબ, આજે અમે તમને એવી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. વાસ્તવમાં, મૂળાંક નંબર 2 વાળી છોકરીઓ, એટલે કે જેનો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે થયો હોય, એ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ છોકરીઓ તેમના પાર્ટનર માટે ખૂબ જ લકી હોય છે. ચાલો જાણીએ કે મૂળાંક 2 ની છોકરીઓ તેમના પતિ માટે કેવી રીતે લકી સાબિત થાય છે.
મૂળાંક 2 ની યુવતીઓ પતિનું નસીબ ચમકાવે છે –
– અંકશાસ્ત્ર અનુસાર, મૂળાંક 2 ચંદ્ર દેવ સાથે સંબંધિત હોય છે. આ છોકરીઓ તેમના પાર્ટનર માટે ખૂબ જ ભાગ્ય શાળી હોય છે.
– તેઓ જાણે છે કે કેવી રીતે તેમના સંબંધને સંપૂર્ણ ઈમાનદારી સાથે જાળવી રાખવા. તેનામાં સારી પત્નીના તમામ ગુણો હોય છે. તે પતિને પ્રેમ કરવાથી લઈને તેમની સંભાળ રાખવા સુધીના તમામ કામ સારી રીતે કરે છે.
– પરિવારના સભ્યો સાથે જ ખૂબ જ સારું વર્તન કરે છે. જેના કારણે ઘરના દરેક લોકો તેમને પસંદ કરે છે. આના કારણે પતિનું નસીબ ચમકી શકે છે.
– તે સારી જીવન સાથી સાબિત થાય છે. તે તેના પાર્ટનરની દરેક વાત માને છે અને તેને ખૂબ જ પ્રેમ કરે છે. તે પોતાના પતિની ખુશીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.
– આ મૂળાંકની યુવતીઓ તેમના પતિની સાથે-સાથે સાસરિયાઓ માટે પણ સારી હોય છે. તે લાગણીશીલ પણ હોય છે. જો કે તે હૃદય અને જીભથી ખૂબ જ સાફ હોય છે.
– તેઓનો સ્વભાવ પણ આકર્ષક હોય છે જેના કારણે કોઈ પણ તેમની તરફ આકર્ષિત થઈ જાય છે.