આ દિવસોમાં દેશમાં ‘ઇન્ડિયા અને ભારત’નો મુદ્દો ગરમ છે. છેલ્લા કેટલાક દિવસોથી બંધારણમાંથી ‘ઇન્ડિયા’ હટાવીને દેશનું નામ બદલીને ‘ભારત’ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, સરકાર ટૂંક સમયમાં દેશનું નામ ઇન્ડિયાથી બદલીને માત્ર ભારત કરવા જઈ રહી છે. દરમિયાન આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો ભારત અને ઇન્ડિયા નામને લઈને ચર્ચા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન સામાન્ય લોકોની સાથે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ આ ચર્ચામાં કૂદી પડ્યા છે.
`. જેકીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ‘પહેલાં આપણા દેશનું નામ માત્ર ભારત જ હતું? મારું નામ જેકી છે પરંતુ કેટલાક લોકો મને જોકી અથવા જાકી કહે છે. લોકો મારું નામ ભલે બદલી નાખે છે પણ હું નહીં બદલાઉં. માત્ર નામ બદલાશે. તમે લોકો દેશનું નામ બદલતા રહો છો પણ એ ન ભૂલતા કે આપણે બધા ભારતીય છીએ.’
તમને જણાવી દઈએ કે જેકી શ્રોફ પહેલા મેગાસ્ટાર અમિતાભ બચ્ચને X (Twitter) પર ‘ઇન્ડિયા-ભારત’ ચર્ચા પર પોસ્ટ કરી હતી. તેમણે પોતાના ટ્વીટમાં હિન્દીમાં લખ્યું- ‘ભારત માતા કી જય’. આ પોસ્ટ પછી એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા-ભારત વિવાદમાં બિગ બી ‘ભારત’ના સમર્થનમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે આ મુદ્દા પર 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં ‘ઇન્ડિયા-ભારત’ ચર્ચાને પણ એજન્ડામાં સામેલ કરી શકાય છે.
કંગના રનૌતે આ મુદ્દે લખ્યું- ‘આ નામ (ઇન્ડિયા)ને પ્રેમ કરવા જેવું શું છે? પહેલા તેઓ ‘સિંધુ’ બોલી શકતા ન હતા, તેથી તેમણે તેને બદલીને ‘ઇન્ડ્સ’ કરી દીધું. પછી ક્યારેક હિંદોસ તો ક્યારેક ઈન્ડોસ… કંઈપણ ગોલમોલ કરીને ઇન્ડિયા બનાવી દીધું. મહાભારતના સમયથી કુરુક્ષેત્રના યુદ્ધમાં ભાગ લેનાર તમામ રજવાડાઓ ભારત નામના એક મહાદ્વીપની અંતર્ગત આવતા હતા, તો પછી તેઓ આપણને ઈન્દુ સિંધુ કેમ કહી રહ્યા હતા?’.