ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આજે આગામી સમયમાં યોજાનારી કોર્પોરેશન, નગરપાલિકા સહીતની ચૂંટણીઓમાં જાહેરાત કરતા કહ્યું હતું કે, પાર્ટી નો-રિપીટ થીયરી અપનાવશે. જેથી જૂના હોદ્દેદારોને તક નહીં મળે. કામ કરવાની આવડત, સિનિયોરીટી, નવા ચહેરાઓ વગેરે પર પાર્ટી ફોકસ કરીને નવા પદાધિકારીઓની જાહેરાત કરશે.
સીઆર પાટીલે કહ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા તાલુકા પંચાયાત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, પ્રમુખ, ઉપપ્રમખુ સહીતના 1500 જેટલા સભ્યોને આ જવાબદારી સોંપી પ્રક્રીયા હાથ ધરાઈ હતી.
ભાજપા એ કાર્યકર્તાઓની પાર્ટી છે કાર્યકર્તાઓને પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે અને તેની વ્યવસ્થા કરાઈ હતી. દરેક જિલ્લામાં દરેક સીટ માટે ત્રણ નિરીક્ષકોને મોકલાયા હતા. દરેક જિલ્લામાં સંગઠનના પ્રમુખ, સાસંદ, આગેવાનો, ધારાસભ્યો વગેરેને સાંભળ્યા હતા. જેમાં કેટલાક નામો સૂચવવામાં આવ્યા હતા તેમાં પાર્લામેન્ટરી બોર્ડનો કાર્યક્રમ રખાયો હતો.
સીઆર પાટીલે કહ્યું કે, ભાજપની પરંપરા રહી છે. લગભગ 4 પદો છે જેમાં મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા, સ્ટેન્ડિંકમિટી પ્રમુખ, ઉપપ્રમુખ કારોબારી આ બધાની નો રિપીટેશનમાં લઈ જવાની વિચારણા ભાજપા દ્વારા કરવામાં આવી રહી છે. નવા લોકોને વધુને વધુ તકો મળે તે જરુરી છે. ભાજપા એ આ વખતે કુલ મળીને 90.5 ટકા જેટલી સીટો જીતી છે જેથી નવા લોકોને તક મળે, તેમનામાં રહેલી ટેલેન્ટનો ઉપયોગ લોકહીતમાં થાય તે માટે આ નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે જનરલ સીટો હશે તો પ્રયત્ન હશે કે સામાન્યને જ જવાબદારી આપવી તેવો પ્રયાસ રહેશે. દરેક કાર્યકર્તાઓ, સિનિયોરિટી પાર્ટી અને સંગઠન સાથે કામ કરવાની પદ્ધતિ તેમજ નાના મોટા આક્ષેપ હશે તો એ પણ ધ્યાને લેવાશે. કોઈ ગેરસમજ ન થાય તે માટે ભાજપાના આગેવાનો અને ઉમેદવારોને અત્યારે મીડીયાના માધ્યમથી આ કહીએ છીએ. આ નિર્ણય કરીને ગુજરાતમાં સારો વહીવટ આપવાનો પ્રયત્ન કરીશું.
મેયર, ડેપ્યુટી મેયર સહીતના 4 હોદ્દાઓમાં હોય તો રિપીટ નહીં થાય. ભૂતકાળમાં કોઈ હોદ્દા પર રહી ગયા હોય તો પણ શક્યતા ઓછી છે. કોઈ આક્ષેપ કરશે તો ચકાસણી કરીશું.
સમયસર નામો જાહેર કરવામાં આવશે. તેમ આજે મોટી જાહેરાત સીઆર પાટીલે મીડિયાના માધ્યમથી કરી હતી.