EDએ હવે કોંગ્રેસના નેતાઓ પર પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે વહેલી સવારે EDએ કોંગ્રેસના અડધો ડઝન નેતાઓ પર દરોડા પાડ્યા છે. જે નેતાઓ વિરુદ્ધ આ દરોડા પાડવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 24 ફેબ્રુઆરીથી રાયપુરમાં થઈ રહ્યું છે. આવા સમયે કોંગ્રેસના નેતાઓ સામે EDના દરોડાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ક્યારે પડ્યો આ દરોડો?
EDએ કોંગ્રેસના અનેક નેતાઓ પર સકંજો કસ્યો છે અને ગત રાતથી રેકી કર્યા બાદ સવારે EDએ દરોડા પાડ્યા. જે નેતાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે તે શ્રીરામ નગર, ડીડી નગર, ગીતાંજલિ નગર, મોવા, ભિલાઈમાં રહે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે છત્તીસગઢમાં મોટા નેતાઓ એકત્ર થઈ રહ્યા છે. અધિવેશન 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને આ પહેલા સોમવારે વહેલી સવારે EDની ટીમોએ લગભગ અડધો ડઝન નેતાઓના ઘરો પર દરોડા પાડ્યાના સમાચાર છે.
અહીં જે નેતાઓને ત્યાં દરોડા પડ્યાની માહિતી મળી છે, તેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ખજાનચી રામ ગોપાલ અગ્રવાલ, શ્રમ કલ્યાણ બોર્ડના પ્રમુખ સુશીલ સન્ની અગ્રવાલ, ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ, પ્રવક્તા આરપી સિંહ, વિનોદ તિવારી વગેરેનો સમાવેશ થાય છે.
હાલમાં આ મામલે વધુ માહિતી સામે આવી નથી. કોંગ્રેસના મીડિયા વિભાગ તરફથી પણ આ દરોડા અંગે કોઈ વાત કહેવામાં આવી નથી.