ભારતીય જનતા પાર્ટી (BJP) રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ પર ‘સેવા પખવાડા’ લોન્ચ કરશે. આ સિવાય પીએમ મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા’ લોન્ચ કરી છે. તેઓ દ્વારકામાં ‘યશોભૂમિ’ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના પ્રથમ તબક્કાનું અને દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈનના વિસ્તૃત વિભાગનું પણ ઉદ્ઘાટન કરશે.
‘યશોભૂમિ ભારતની શ્રેષ્ઠતાનું પ્રતિક બનશે’
યશોભૂમિના ઉદ્ઘાટન અંગે પીએમએ કહ્યું, “થોડા દિવસો પહેલા, અમે જોયું કે કેવી રીતે ભારત મંડપની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ. આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કેન્દ્ર-યશોભૂમિ આ પરંપરાને વધુ ભવ્યતા સાથે આગળ લઈ જઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે ભારત તે મંડપમ હોય કે યશોભૂમિ, તે ભારતની ભવ્યતા અને ભારતની શ્રેષ્ઠતાનું પ્રતીક બની જશે… ભારત હવે અટકવાનું નથી. આપણે આગળ વધતા રહેવાનું છે. આપણે નવા લક્ષ્યો નક્કી કરતા રહેવાના છે અને તેને પ્રાપ્ત કર્યા પછી જ શાંતિથી બેસી રહેવાનું છે.”
‘વિશ્વકર્માને મોટા ઉદ્યોગ માટે તૈયાર કરવાનો સમય’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતી નિમિત્તે દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે નવી યોજના ‘PM વિશ્વકર્મા’ લોન્ચ કરી હતી. આ સાથે પીએમે વિશ્વકર્મા પોર્ટલ અને પોસ્ટલ સ્ટેમ્પનું પણ વિમોચન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આજકાલ આપણે જોઈએ છીએ કે મોટી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટ બનાવવાનું કામ અન્ય નાની કંપનીઓને આપે છે. આ દુનિયાનો બહુ મોટો ઉદ્યોગ છે. આઉટસોર્સિંગનું કામ પણ આપણા વિશ્વકર્મા મિત્રો પાસે છે. આવો. તમે બની જાઓ એક મોટી સપ્લાય ચેઇનનો એક ભાગ. અમે તમને આ માટે તૈયાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.”