207 ડેમોમાં 45 ટકાથી વધુ પાણીની આવક થઈ છે. ઉત્તરોતર પાણીની આવક ચોમાસા દરમિયાન વધી રહી છે. સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવક થઈ છે.
વરસાદના કારણે ડેમોમાં નવા નીરની આવક એક પછી એક થઈ રહી છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં 50 ટકા જેટલા પાણીની આવક થઈ ચૂકી છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં 56 ટકા કરતા વધુ પાણીની આવક થઈ ચૂકી છે. ત્યારે હજૂ વધુ વરસાદની આગાહી વચ્ચે નવા નીરની આવકમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.
207 ડેમોમાં 45 ટકાથી વધુ પાણી
ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 49 ટકા કરતા વધુ પાણી
મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 29 ટકા કરતા વધુ પાણી
દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 35 ટકા કરતા વધુ પાણી
કચ્છના 20 ડેમમાં 50 ટકા કરતા વધુ પાણી
સૌરાષ્ટ્રના 141 ડેમમાં 49 ટકા પાણી
સરદાર સરોવર ડેમમાં 56 ટકા કરતા વધુ પાણીની આવક
રાજ્યમાં જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છે જ્યાંથી ગુજરાતના વિવિધ ભાગોમાં ખેતી માટે પાણી છોડવામાં આવે છે. નર્મદા કેનાલની ખેતી પર ખેડૂતો નિર્ભર રહે છે અને આવક રડે છે ત્યારે જીવાદોરી સરદાર સરોવર ડેમ પણ 56 ટકા ભરાયો છે. ત્યારે વધુ આ ડેમમાં પાણીની આવક થઈ સકે છે. જો કે બીજી તરફ ચોમાસાની આ શરુઆત છે અને નવા નીરની આવક અત્યારથી જ થઈ રહી છે. ડેમો એક પછી એક છલકાતા ઉનાળામાં પાણીના પ્રશ્નો પણ નહીં રહે.