મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રુપિયા 9800 કરોડથી વધુના MoU સંપન્ન થયા. આ MOU અંતર્ગત શરુ થનાર ઉદ્યોગોથી 11 હજાર જેટલી સૂચિત રોજગારીની તકો ઊભી થશે.
https://we.tl/t-AhTzKcXjaf
– – – – – – – – – – – – – – – – — – – –
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રુપિયા 9800 કરોડથી વધુના MoU સંપન્ન થયા. આ MOU અંતર્ગત શરુ થનાર ઉદ્યોગોથી 11 હજાર જેટલી સૂચિત રોજગારીની તકો ઊભી થશે.
રાજ્ય સરકારે રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરેલી છે. આ યોજના હેઠળ રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના 18 જેટલા એમ.ઓ.યુ થયા છે.
કચ્છમાં 1 અને સાબરકાંઠાના હિમંતનગરમાં 2 ઉદ્યોગો શરુ થશે
– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રુ. 9800 કરોડથી વધુના MoU
– રાજ્યમાં 11 હજાર જેટલી સૂચિત રોજગારીની તકો ઊભી થશે
– વડોદરામાં 3, અમદાવાદના ભાયલામાં 2, સાણંદમાં 2 ઉદ્યોગો શરુ થશે
– ભરુચના દહેજ, સાયખા અને પાલેજમાં 4 ઉદ્યોગો શરુ થશે
– સુરતના પલાસાણા અને સચિનમાં 2 ઉદ્યોગો શરુ થશે
– કચ્છમાં 1 અને સાબરકાંઠાના હિમંતનગરમાં 2 ઉદ્યોગો શરુ થશે
– રૂપિયા 5733 કરોડના વિદેશી રોકાણકારોની સહભાગીતા
રાજ્ય સરકાર દ્વારા રોજગારીની તકો મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને વિવિધ ઉદ્યોગ જગત સાથે જોડાઈને અગાઉ પણ એમઓયુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટમાં પણ એમઓયુ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રોજગારી મળી શકે છે.