ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, નારી શક્તિ વંદન અધિનીયમ 2023 બીલ સંસદમાં બહુમત સાથે પસાર કરવા બદલ આજે વડોદરા ખાતે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો અભિવાદન કરતો “નારી શક્તિને વંદન મોદીજીને અભિનંદન” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ સાથે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પહોંચતા પહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રોડ-શો થકી મહિલાઓનું અભિવાદન ઝીલી સભા સ્થળે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થી મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કર્યુ હતું.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે માતા-બહેનોને વંદન સાથે સંબોધન કરતા જણાવ્યું કે, મારા જીવનના ઘડતરમાં અનેક પરિબળોનું યોગદાન રહ્યુ છે તેમાં વડોદરાએ મને એક દિકરાની જેમ સાચવ્યો છે. એક મા જેમ તેના દિકરાને દુલાર આપે તેમ વડોદરાએ મને આપ્યો. નારી શક્તિ વંદન અધિનીયમ દ્વારા મારો એક પ્રયત્ન છે કે દેશની માતૃશક્તિનું રૂણ ઉતારુ. આ કાયદાથી ભવિષ્યમાં વિઘાનસભા અને લોકસભામાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાનું પાકુ થઇ ગયું છે અને આ મહત્વપુર્ણ નિર્ણય માટે શુભકામના પાઠવું છું. વડોદરા વાસીઓ સાથે એટલો બધો સમય પસાર કર્યો છે કે યાદોનો ભંડાર ભરેલો છે.
પીએમ મોદી એ વધુમાં જણાવ્યું કે, નારી સશક્તિકરણ માટે દેશમાં જે પ્રયાસ થયા છે તેમાં વડોદરાને એક સિમાચિન્હ રૂપ ગણવામાં આવે છે. વડોદરા એ જગ્યા છે કે જ્યા ગાયકવાડ સરકારના સમયે દિકરીઓને અભ્યાસ એ ફરજીયાત અને નિ:શુલ્ક હતો તેમજ જો કોઇ મા-બાપ દિકરીને ન ભણાવે તો તેને દંડ કરવામાં આવતો. દેશ અને દુનિયામા આજે ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા થાય છે. ગુજરાતના વિકાસ મોડલની સૌથી મોટી તાકાત માતા-બહેનો છે. ગુજરાતે સફળતાના નવા આયામ પાર કરવાનું કામ ગુજરાત વુમન લેડ ડેવલોપમેન્ટની આધારશીલાને કારણે છે.
પીએમ મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, 20 વર્ષ પહેલા મહિલાઓનો સાક્ષરતા દર ખૂબ નીચો હતો, મોટી સંખ્યામાં દિકરીઓ દાખલ તો થાય પણ અધવચ્ચે શાળા છોડી દેતી. ખૂબ જ ઓછી સંખ્યામાં હોસ્પિટલમાં માતાઓની પ્રસુતિ થતી.ગુજરાતમાં સ્ત્રી-પુરુષનો રેસિયો પણ ચિંતાજનક હતો. ભાજપે મહિલાઓને કેન્દ્રમાં રાખી વિકાસની નીતી બનાવી અને સેવાભાવથી કામ કર્યુ અને આજે ગુજરાતના ખૂણે ખૂણે તેના કામ જોવા મળે છે. ગુજરાતમાં વુમન લેડ ડેવલોપમેન્ટની સફળતા આજે વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યુ છે. દેશમાં આજે 9 કરોડ બહેનો સખી મંડળો જોડાયેલી છે. આજે સખી મંડળો ખેતીમાં ડ્રોન થી કેવી રીતે કામ કરી શકાય તેની માહિતી આપી રહી છે. સખી મંડળની બહેનો ગ્રામીણ અર્થવ્યવસ્થાને તાકાત આપી રહી છે. કોરોનામાં 80 કરોડ લોકોને છેલ્લા 3 વર્ષથી મફતમાં અનાજ પહોંચાડી ગરીબના ઘરનો ચુલો સળગતો રાખ્યો છે. આજે ભારતની મહિલાઓ આત્મવિશ્વાસ અને ઉર્જાવાન અને સશક્ત છે.
પી.એમ.એ વધુમાં જણાવ્યું કે, નારી શક્તિ વંદન અધિનીયમ બિલ પસાર થવામાં મહિલાઓની શક્તિ કામ લાગી નહીતર આ વિપક્ષે તો ત્રણ ત્રણ દાયકા સુધી અટકાવા તમામ ખેલો કર્યા છે, કેવા કેવા બહાના કાઠયા હતા. વિપક્ષ પાર્ટીઓ મહિલાઓના અધિકારીઓને છીનવા મેચ ફિક્સિંગનો ખેલ રમતા હતા. વિપક્ષે નારી શક્તિમાં ભાગલા પાડવાનું મોટુ ષડયંત્ર ચાલુ કર્યુ છે આ ઇન્ડિયા નહી ઘમંડિયા ગંઠબંધન છે. વિપક્ષ મહિલાઓની શક્તિને ધર્મ કે જાતિના આધારે તોડવાનો પ્રયત્ન કરે છે. જો વિપક્ષ મહિલાઓના વિકાસ માટે સંવેદનશીલ હોત તો વર્ષો સુધી આ બીલ લટકાવી ન રાખ્યુ હોત. વિપક્ષે નારી શક્તિ બિલને સમર્થન મન થી નથી કર્યુ ક-મને કર્યુ છે આવા લોકોથી માતા બહેનો ચેતેજો. 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયતી ઉજવતા પહેલા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન ચલાવવા કોઇ પાછી પાની ન કરે અને તહેવારોમાં લોકલ ફોર વોકલ પર દેશની બનાવટ વસ્તુઓ ખરીદવા પર ભાર આપવા આગ્રહ કર્યો.