X (અગાઉ ટ્વિટર) એ તાજેતરમાં લાઈવ વીડિયો બ્રોડકાસ્ટ ફીચર લોન્ચ કર્યું છે. આ સિવાય કંપનીએ બે મહિના પહેલા ભારતીય યુઝર્સ માટે મોનેટાઇઝેશન પણ શરૂ કરી દીધું છે અને હવે એલોન મસ્કની કંપની માર્કેટમાં યુટ્યુબ જેવા પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે. X પર લાઇવ વીડિયો ગેમ સ્ટ્રીમિંગનું ફીચર ટૂંક સમયમાં આવી રહ્યું છે. આ સિવાય X પર શોપિંગનું ફીચર પણ આવવાનું છે, જેના પછી તમે સીધા X પરથી ખરીદી કરી શકશો.
Elon Musk એ હેન્ડલ @cyb3rgam3r420 સાથે શેર કરેલ ગેમ વીડિયો સ્ટ્રીમિંગ પર પણ પ્રતિક્રિયા આપી છે. રિપોર્ટ અનુસાર, યુઝર્સ અથવા ગેમર્સ સ્ટ્રીમિંગ દરમિયાન વીડિયોની ગુણવત્તામાં ફેરફાર કરી શકશે નહીં. અગાઉ આ વર્ષે જૂનમાં એલોન મસ્કે પણ ગેમ સ્ટ્રીમિંગ ફીચરના સંકેત આપ્યા હતા. આ ફીચર આવ્યા બાદ X, YouTube અને Facebook સાથે સ્પર્ધા કરશે.
X પર લગભગ 9.1 કરોડ યુઝર્સ
એક રિપોર્ટ અનુસાર, X પર લગભગ 91 મિલિયન અથવા 9.1 કરોડ યુઝર્સ છે અને દરેક સેકન્ડમાં ગેમિંગ સંબંધિત 70 પોસ્ટ છે. નવા ફીચરના આગમન બાદ X વિશ્વનું સૌથી મોટું ગેમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની શકે છે. Xમાં ટૂંક સમયમાં વીડિયો અને વૉઇસ કૉલિંગ ફીચર આવી રહ્યું છે. કંપની દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ફીચર આવ્યા બાદ X, WhatsApp અને Facebook Messenger સાથે સ્પર્ધા કરશે.