ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો છે. યશસ્વી જયસ્વાલે ચીનના હાંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેપાળ સામે એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી. યશસ્વી જયસ્વાલે આ મેચમાં માત્ર 48 બોલમાં પોતાની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. આ મેચમાં ભારતે નેપાળને 23 રને હરાવ્યું છે.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ચાર વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ નવ વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી અને 49 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રવિ બિશ્નોઈ અને અવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો
યશસ્વી જયસ્વાલે એશિયન ગેમ્સ હાંગઝોઉની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેપાળ સામે તોફાની સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સમાં ભારત માટે સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ પ્રથમ પુરુષ ખેલાડી બન્યો છે. યશસ્વી જયસ્વાલે પોતાની ઈનિંગમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. યશસ્વી જયસ્વાલ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે.
શુભમન ગિલનો રેકોર્ડ તૂટ્યો
યશસ્વી જયસ્વાલ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે. યશસ્વી જયસ્વાલે આ મામલે શુભમન ગિલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. શુભમન ગિલે આ વર્ષે ન્યુઝીલેન્ડ સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. સદીના સમયે શુભમન ગિલની ઉંમર 23 વર્ષ 146 દિવસ હતી. યશસ્વી જયસ્વાલ પણ ડાબોડી બેટ્સમેન છે અને આવા બેટ્સમેન કોઈપણ ટીમ માટે સૌથી મોટા એક્સ ફેક્ટર સાબિત થાય છે. ટીમ ઈન્ડિયાનો યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ ફાસ્ટ બેટિંગમાં માહેર છે.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન
21 વર્ષ 279 દિવસ – યશસ્વી જયસ્વાલ, નેપાળ વિરુદ્ધ, વર્ષ 2023
23 વર્ષ 146 દિવસ – શુભમન ગિલ વિ. ન્યુઝીલેન્ડ, 2023
23 વર્ષ 156 દિવસ – સુરેશ રૈના વિ. દક્ષિણ આફ્રિકા, 2010