ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ લાંચ લઈને કર્મચારીઓની ભરતી કરવાના સંબંધમાં તેના 16 કર્મચારીઓને બરતરફ કર્યા છે. ત્રણને રિસોર્સ મેનેજમેન્ટમાંથી દૂર કરીને અન્ય વિભાગમાં મોકલવામાં આવ્યા છે. 6 વેન્ડર્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કંપનીએ કહ્યું, અમે 19 કર્મચારીઓની તપાસ કરી રહ્યા હતા. આ કેસમાં આચારસંહિતાનો ભંગ કરનાર 16 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 6 વેન્ડર્સ સાથે, તેમના અન્ય સહયોગીઓ અને માલિકો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે જૂનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપનીની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થઈ રહ્યું છે. આ પછી ટીસીએસે તેની તપાસ કરી અને કહ્યું કે, ભરતી પ્રવૃતિઓ રિસોર્સ મેનેજમેન્ટ ગ્રૂપ દ્વારા નિયંત્રિત નથી. તેથી કથિત કૌભાંડનો આરોપ ખોટો છે.
કંપની ખામીઓને દૂર કરીને ગવર્નન્સને વધુ કરશે મજબૂત
TCSએ કહ્યું કે, તે ગવર્નન્સને વધુ મજબૂત કરશે. આમાં સંસાધન વ્યવસ્થાપન કાર્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા કર્મચારીઓનું નિયમિત પરિભ્રમણ, સપ્લાયર મેનેજમેન્ટની તપાસ, વિક્રેતાઓ તરફથી જાહેરાતો અને અન્યનો સમાવેશ થશે. ટાટા ગ્રૂપે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરોને સપ્લાય કરતા કેટલાક કર્મચારીઓ અને વેન્ડર્સ દ્વારા કંપનીની આચારસંહિતાના ઉલ્લંઘન સાથે સંબંધિત મામલો છે. કંપનીનો કોઈ મુખ્ય કર્મચારી આમાં સામેલ નથી.