પાટણ2 કલાક પહેલા
ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા નવતર પ્રયોગ હાથ ધર્યોઆ પ્રકારેની નવી ડિઝાઇનવાળી ગાડી જોઈને લોકો પણ ફોટા પાડ્યા વગર નથી રહી શકતા
ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ત્યારે ગરમીથી બચવા લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે આવો જ એક અનોખો પ્રયોગ પાટણની સિદ્ધહેમ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ કર્યો છે. આ વ્યક્તિએ પોતાની ગાડીમાં ઠંડક રહે તે માટે ગાડીમાં છાણમાટીનું લિંપણ કર્યુ છે.
પાટણમાં સિદ્ધહેમ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ ઘરમાં ઠંડક ઉપરાંત ઉનાળાની સખત ગરમીમાં તડકાના કારણે તેમની ગાડીમાં પણ દિવસભર ઠંડક જળવાઈ રહે તે માટે એક નવતર દેશી પ્રયોગ અપનાવ્યો છે. વ્યક્તિએ પોતાની આખી ગાડીને ચારે બાજુ છાણ અને માટીથી લીંપણ કર્યુ છે. જેથી આખો દિવસ ગાડીની અંદર ઠંડક જળવાઈ રહે છે. જતીન પટેલ નામના વ્યક્તિએ આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, કંઈક નવું કરવું એ મારો શોખનો વિષય છે જેથી ઉનાળાની સખત ગરમીથી બચવા મે આ નવો પ્રયોગ અપનાવીને ગામડે જઈ ગાડી ઉપર છાણમાટી મિશ્રિત લીંપણ કરાવ્યું છે આનાથી ગાડીમાં ઠંડક રહે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, લોકો આ પ્રકારેની નવી ડિઝાઇનવાળી ગાડી જોઈને પૂછપરછ કરે છે તેમજ ગાડીના ફોટા પણ પાડે છે. વધુમાં કહ્યુ કે, મેં ઘરે જ શેરડીનો રસ બનાવી શકાય તેવું નાનું મશીન તેમજ સીંગદાણા પીલીને તેલ કાઢી શકાય તેવું મશીન પણ વસાવ્યું છે. વળી, પીવાના પાણી માટેના ગ્લાસ પણ માટીમાંથી બનાવ્યા છે.
અન્ય સમાચારો પણ છે…