મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમળા એ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત માનવામાં છે. આમળા રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. આમળામાં બળતરા વિરોધી તત્ત્વો પણ મોજૂદ છે, જે શરીરમાં બળતરાની સમસ્યાને ઘટાડે છે અને લોહીને શુદ્ધ કરે છે. ઉપરાંત, આમળાના સેવનથી વાળ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.
શિયાળામાં શરદી, ઉધરસથી બચવા માટે સૌથી પહેલા 5થી 6 આમળાને કાપીને એક વાસણમાં મૂકો. હવે તેમાં 1 ટેબલસ્પૂન ઓર્ગેનિક મધ ઉમેરો. ત્યાર બાદ એક ચમચીની મદદથી બંનેને સારી રીતે બરાબર મિક્સ કરી લો. હવે તમારી શિયાળાની દવા તૈયાર છે. રિપોર્ટ્સ મુજબ, પુખ્ત વયના લોકો માટે 3થી 5 ટુકડા અને બાળકો માટે 1થી 3 ટુકડાઓ (12 વર્ષથી ઉપરના બાળકો) પર્યાપ્ત છે. જણાવી દઈએ કે, ડાયાબિટીસના દર્દીઓ પણ તેનો ઉપયોગ કરી શકે છે.
(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પૃષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)