આ છે સમગ્ર મામલો
મીડિયા અહેવાલ મુજબ, થાણેની રહેવાસી 24 વર્ષીય એક મહિલાને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને સામેની વ્યક્તિએ અગ્રણી બેંકમાંથી બોલતા હોવાનો દાવો કર્યો હતો. ગઠિયાએ મહિલાને કહ્યું હતું કે, તે બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગનો ભાગ છે અને તેના સ્વાસ્થ્ય વીમાની ચુકવણી બાકી છે. મહિલાએ પછી પુરુષને આગામી સંભવિત પગલાં વિશે પૂછ્યું, જેના માટે તેણે તેણીને શેર કરેલી એપીકે ફાઇલ દ્વારા એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું.
મહિલાએ ફાઇલ ડાઉનલોડ કરતાની સાથે જ તેના ખાતામાંથી રૂ. 5.24 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનો મેસેજ આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ગઠિયાએ મહિલાની ગુપ્ત માહિતી એક એપનો ઉપયોગ કરીને મેળવી હશે જે તેમણે તેને ડાઉનલોડ કરવાનું કહ્યું હતું.
આવા કૌભાંડોથી કેવી રીતે સુરક્ષિત રહેવું?
આવા કૌભાંડોથી સુરક્ષિત રહેવા માટે લોકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ અજાણ્યા ઈમેઈલ અને ફોન કોલ્સથી સાવચેત રહેવું. ખાસ કરીને જેઓ વ્યક્તિગત માહિતી અથવા નાણાકીય વિગતો માટે પૂછે છે. જલદી કોઈ અજાણી વ્યક્તિને તમારી વ્યક્તિગત અથવા નાણાકીય વિગતો આપવી નહીં. આવા નંબરોને બ્લેકલિસ્ટમાં અથવા બ્લોક કરી શકાય છે.