વેસ્ટ ઈન્ડિઝે ભારતને 8 વિકેટથી હરાવીને શ્રેણીમાં હાર આપી છે. આ શ્રેણી 2-2 સાથે હતી ત્યારે ત્રીજી મેચમાં 3-2 વેસ્ટઈન્ડીઝે શ્રેણી જીતી લીધી છે.
વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે 5 મેચોની રોમાંચક T20 શ્રેણી રમાઈ હતી. સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ ફ્લોરિડામાં રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 8 વિકેટે હરાવી સીરીઝ 3-2થી પોતાના નામે કરી હતી.
હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં ભારતે 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 166 રનનો ટાર્ગેટ 18 ઓવરમાં આઠ વિકેટ સાથે મેળવી લીધો હતો. 6 વર્ષ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સિરીઝ હારી છે.
વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમને 8 વિકેટે હરાવી પાંચ મેચની T20 શ્રેણી 3-2થી જીતી લીધી!! શાઈ હોપના બેટમાંથી વિનિંગ શોટ નિકળ્યો હતો. આ સાથે જ ટીમે જીત દર્જ કરાવી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝ હારવા પાછળ ઘણા કારણો છે, પરંતુ સૌથી મોટું કારણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપને જવાબદાર ગણી શકાય. આ એ જ હાર્દિક પંડ્યા છે જેની કેપ્ટનશિપની IPLમાં ઘણી પ્રશંસા થઈ છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામેની આ સિરીઝમાં તેની કેપ્ટનશિપ શ્રેણીની જીત સુધી ન લઈ જઈ શકી. ખાસ કરીને છેલ્લી T20 મેચમાં કોઈને કંઈ સમજાયું નહીં. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓએ જીતની ઉજવણી કરી હતી.