અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારનાં ‘સ્વચ્છતા હી સેવા’ થીમ હેઠળ શરૂ કરવામાં આવેલ 60 દિવસ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોનાં સ્વચ્છતાનાં અભિયાનમાં તારીખ પ્રમાણે આપવામાં આવેલ શિડ્યુલ પ્રમાણે તા. 23 થી 29 ઓક્ટોબર, 2023 દરમ્યાન શહેરમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી, બિલ્ડીંગો, શાળા-કોલેજો, આંગણવાડીઓની સફાઈ અન્વયે 28મી ઓક્ટોબર, 2023 નાં રોજ શહેરનાં 7 ઝોનમાં આવેલા નીચે મુજબના વિવિધ લોકેશનોની સફાઈ હાથ ધરવામાં આવેલ હતી.
શહેરના પૂર્વ ઝોનમાં નારાયણી સ્કૂલ કઠવાડા, નિકોલ, પરૂષોત્તમનગર,પ્રાથમીક શાળા, વિરાટનગર, ગુજરાતી શાળા નં-૩ ટોપી મીલ પાસે, ગોમતીપુર, મૈત્રીપાર્ક મ્યુનિ.સ્કુલ, અમરાઈવાડી, જલપરી પ્રાથમીક શાળા, વસ્ત્રાલ રાષ્ટ્ભારતી સ્કૂલ, ભાઈપૂરા સહિતના વિસ્તારોમાં 593 કલાકનું શ્રમદાન કરી 5.7 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના પશ્વિમ ઝોનમાં ગાયત્રીનગર-7 આંગણવાડી, ચાંદખેડા શાળા નંબર 5 જવાહર ચોક ગાયત્રીમાતાનુ મંદીર, રાણીપ હરિઓમ આંગણવાડી, શિવશક્તિ એપા.રોડ, આંગણવાડી કેન્દ્ર નંબર -૩, ડી.પી.એસ. સ્કૂલ ભીખાજીની ચાલીની પાસે, ન્યુ, સૌરાષ્ટ્ર સોસાયટી સામે શ્યામલ રોડ., સેપ્ટ યુનિવર્સિટિ, શાળા નં ૨૨ પાલડી, આંગણવાડી પી એન્ડ ટી કોલોની પાસે, વાસણા જેવા વિસ્તારોમાં 1172 કલાકનું શ્રમદાન કરી 38.73 કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના ઉત્તર ઝોનમાં મ્યુ. ગુજરાતી શાળા 1, 2 નોબલનગર, સરદારનગર સારાનગર મ્યુ.ગુજરાતી શાળા એ વોર્ડ, નરોડા, ગુજરાતી શાળા નંબર 1, પ્રિયા સિનેમા પાસે, કૃષ્ણનગર,સૈજપુર બોઘા., આદર્શ પ્રા. શાળા ભાર્ગવ રોડ, કુબેરનગર, મણીબા સ્શાકુલ રોડ, ઇંડીયાકોલોની, શાળા 13/૧૪પટેલ વાડી પાસે, ઠક્કરબાપા નગર, મ્યુ.શાળા 1, 2 રામજીમંદિર, બાપુનગર મ્યુનિસિપલ શાળા નંબર 9, સરસપુર જેવી જગ્યાઓએ 160 કલાકનું શ્રમદાન કરી 1.01 કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના દક્ષિણ ઝોનમાં પટેલ મેદાન મ્યુનિ.શાળા અને આંગણવાડી, બહેરામપુરા, બહુચરાજી માતા મંદિર, ભૂલાભાઈ પાર્ક, દાણીલીમડા, કાંકરીયા અર્બન હેલ્થ સેન્ટર આંગણવાડી, મણિનગર, પંચદેવ મંદિર, અર્બુદનગર, ઇન્દ્રપુરી, રામકૃષ્ણ વિધાલય, ખોખરા, આંગણવાડી, સતાધાર સોસા. પાસે, ઇસનપુર, પીપળજ ગામ આંગણવાડી અને શાળા તથા લાંભા બલીયાદેવ મંદિર મ્યુનિ શાળા 1,2,3,4, વટવા તળાવ પાસે જેવી જગ્યાઓએ 776 કલાકનું શ્રમદાન કરી 23.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના મધ્ય ઝોનમાં મ્યુનિ. શાળા નં -6, અસારવા ગામતળ, સંસ્કાર વિદ્યાલય રોડ, શાહીબાગ, ટ્યુટોરીયલ સ્કુલ, શાહપુર, આર.સી. ટેકનીકલ, દરિયાપુર, એસ.ટી. સ્ટેન્ડ, ગીતા મંદિર, મહાજનના વંડાની આગણવાડી આસ્ટોડીયા ગાર્ડન, આગણવાડી, જમાલપુર સહિતના વિસ્તારોમાં 207 કલાકનું શ્રમદાન કરી 0.64 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના ઉત્તર પશ્વિમ ઝોનમાં પલોડીયા ટેકરા થલતેજ શીલજ, શીવ વિધ્યાલય જેવા સ્થળોએ 860 કલાકનું શ્રમદાન કરી 12.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના દક્ષિણ પશ્વિમ ઝોનમાં ઝાયડસ સ્કુલ, વેજલ પૂર, માધ્યમિક સ્કુલ , મકતમપુરા જેવા સ્થળોએ 440 કલાકનું શ્રમદાન કરી 32.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મિશન મોડ પર આજ રોજ નીચે મુજ્બથી જણાવેલ લોકેશનો પરથી લીગસી વેસ્ટ દૂર કરી તે જગ્યાને સ્વચ્છ કરવાની સફાઈ ઝુંબેશ પણ સ્થાનિકો અને નાગરીકો તેમજ સેવાભાવી સંસ્થાઓની મદદ સાથે જરૂરી વાહનો અને મશીનરીનો ઉપયોગ કરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પૂર્વ ઝોનના એસ.પી. રીંગરોડથી ઈન્દોરા હાઈવે, ઓઢવ, જશોદાનગર મેલડી માતા ઢાળ, રામોલ. પશ્વિમ ઝોનમાં નવા બલિયા દેવ મંદિર રોડ, શુકન ઓર્ચિડ પાસે AMC પ્લોટ, એઈસી બ્રીજની પાસે, ગાંધી આશ્રમ મ્યુનિસિપલ સ્કુલ, સ્વામિનારાયણ મંદિર વાસણા બેરેજ રોડ. દક્ષિણ ઝોનમાં અસલાલીથી કેનાલ રોડ-વટવા, સ્મૃતિ મંદિર, ઘોડાસર. ઉત્તર પશ્વિમ ઝોનના પલોડીયા ટેકરા થલતેજ શીલજ. દક્ષિણ પશ્વિમ ઝોનના શાંતિપુરા સર્કલના રીંગરોડ, સરખેજ, જોધપુર ગામ જેવા સ્થળોએ લીગસી વેસ્ટ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ આજનાં આ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોમાં કુલ 4208 ક્લાકનું શ્રમદાન કરવામાં આવ્યું હતું અને 114.58 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી તે કચરાનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો.