એક પાકિસ્તાની ટીવી સાથે વાત કરતા ઈન્ઝમામે કહ્યું કે, મીડિયામાં ઉઠાવવામાં આવેલા હિતોના ટકરાવના આરોપોથી હું દુખી છું અને તેના કારણે હું પાકિસ્તાન ટીમના ચીફ સિલેક્ટર પદ પરથી રાજીનામું આપું છું. આ દરમિયાન ઈન્ઝમામે ચેતવણી આપી છે અને કહ્યું છે કે તે માત્ર એક શરત પર પીસીબીના ચીફ સિલેક્ટર પદ પર પરત ફરશે.
હકીકતમાં, પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હક પર ટીમની પસંદગીમાં ભેદભાવનો આરોપ લાગ્યો હતો, જેની તપાસ માટે પીસીબીએ પાંચ સભ્યોની સમિતિ પણ બનાવી છે. આ દરમિયાન ઈન્ઝમામે મુખ્ય પસંદગીકાર પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, તેમણે રાજીનામું આપ્યું કારણ કે તેઓ હિતોના ટકરાવના આરોપોથી દુઃખી હતા અને જ્યાં સુધી PCB સંપૂર્ણ તપાસ ન કરે અને તેમને નિર્દોષ જાહેર ન કરે ત્યાં સુધી તેઓ રાજીનામું આપી રહ્યા છે. તેણે કહ્યું કે, મારે પદ છોડવું જોઈએ અને તેમને તપાસ કરવા દો.
તેમણે એમ પણ કહ્યું કે, જો તે આ કેસમાં નિર્દોષ સાબિત થાય છે તો તે ફરીથી પીસીબીના મુખ્ય પસંદગીકારનું પદ સંભાળવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં ચાર વખત હારી ચૂકી છે. આ દરમિયાન બાબર અને ઝકા અશરફ વચ્ચે વિવાદના સમાચાર છે અને આવી સ્થિતિમાં ઈન્ઝમામના રાજીનામાથી PCBની ટેન્શન વધી ગઈ છે. આજે પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે જીત મેળવીને સેમિફાઈનલમાં પહોંચવાની બાકી રહેલી આશાઓને જીવંત રાખવા ઈચ્છશે.