જો તમે પણ ICC વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ જોવાની તૈયારી કરી રહ્યા છો, તો અમદાવાદથી તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. ક્રિકેટની સૌથી મોટી હરીફ એટલે કે ભારત અને પાકિસ્તાન ટીમ વચ્ચે 14 ઓક્ટોબરના રોજ હાઈ-વોલ્ટેજ મેચ રમાવાની છે. માત્ર ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો જ આ મુકાબલાની રાહ જોઈ રહ્યા નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં ક્રિકેટ પ્રેમીઓ આ મેચનો રોમાંચ જોવા ઉત્સુક છે.
અમદાવાદથી આવ્યા સારા સમાચાર
મીડિયા અહેવાલ મુજબ, અમદાવાદ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચમાં વરસાદ બિલકુલ વિલન સાબિત થશે નહીં. આ રોચક મેચના દિવસે અમદાવાદમાં હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની સંભાવના છે અને વરસાદની શક્યતાઓ નહિવત્ છે. આનો અર્થ એ છે કે તમે મેદાન પર અથવા તમારા ટીવી સેટની સામે બેસીને આ હાઇ-વોલ્ટેજ મેચનો સંપૂર્ણ આનંદ લઈ શકશો.
કેવી છે અમદાવાદની પીચ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC વર્લ્ડ કપ 2023ની 12મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. અમદાવાદના આ મેદાન પર બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો જોરદાર વરસાદ જોવા મળી શકે છે અને ઘણા રન થશે તે નિશ્ચિત છે. જો કે, વિશ્વનું સૌથી મોટું મેદાન હોવાને કારણે અહીંની બોલને બાઉન્ટ્રીને પાર મોકલવી સરળ નથી.