ભાજપના કાર્યકરો પર ગુજરાતની જનતાની અસિમ કૃપા રહી છે. જયારે ગુજરાતની જનતા સામે બે હાથ ફેલાવ્યા ત્યારે તેમને ખૂબ આશિર્વાદ આપ્યા
ઘાટલોડિયા વિઘાનસભાના ઉમેદવાર મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રક ભર્યુ.
આ દરમિયાન અમિતભાઇ શાહ એ સૌ કાર્યકરોને માર્ગદર્શન આપતા પહેલા ઉપસ્થિત સંતોના ચરણોમાં વંદન કરતા જણાવ્યું કે , ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીના ઉમેદવાર પત્રક ભરવા ખૂબ મોટી સંખ્યામાં જુદા- જુદા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. 1990થી ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જયો છે.
ભાજપના કાર્યકરો પર ગુજરાતની જનતાની અસિમ કૃપા રહી છે. જયારે ગુજરાતની જનતા સામે બે હાથ ફેલાવ્યા ત્યારે તેમને ખૂબ આશિર્વાદ આપ્યા. 1990થી એક પણ ચૂંટણી કે જે લોકસભાની હોય કે વિધાનસભાની ગુજરાતની જનતાએ ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે. 2022ની ચૂંટણીમાં પણ જેને જે હિસાબ કિતાબ કરવો હોય તે કરી લે બધા વિક્રમો તોડી ફરી એક વખત ભાજપાની સરકાર બનશે. 1995 થી 2022 આ સમય ગાળો ન માત્ર ગુજરાત અને દેશભરના લોકતાંત્રિક ઇતિહાસની અંદર શાસન કેવી રીતે થાય તેનું ઉદાહરણ સાબિત કરવાનો સમય છે.