મળતી માહિતી અનુસાર, મલ્લિકાર્જુન મુથિયાલ ભાજપના એક કાર્યક્રમ પછી પોતાની દુકાનમાં જ ઊંઘી ગયા હતા, ત્યારે જ કેટલાક તોફાની તત્વોએ દુકાનમાં ઘૂસીને તેમની હત્યા કરી દીધી હતી
મુથિયાલે 14 નવેમ્બરે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના કાર્યક્રમમાં હાજરી આપી હતી. સેદામમાં તેમનો ઈલેક્ટ્રોનિક સ્ટોર પણ હતો. એવું કહેવાય છે કે જ્યારે તેમના પર હુમલો થયો ત્યારે તે પોતાના ઈલેક્ટ્રોનિક સ્ટોરમાં જ ઊંઘી રહ્યા હતા.
દુકાનમાં ઊંઘી રહ્યા હતા, ત્યારે કરી દેવાઈ હત્યા
મળતી માહિતી અનુસાર, તેઓ ભાજપના એક કાર્યક્રમ પછી પોતાની દુકાનમાં જ ઊંઘી ગયા હતા, ત્યારે જ કેટલાક તોફાની તત્વોએ દુકાનમાં ઘૂસીને તેમની હત્યા કરી દીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ એસપી ઈશા પંત સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મામલાની તપાસ શરુ કરી દીધી. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.