જૂનાગઢની એપીએમસી માર્કેટિંગ યાર્ડ તેમજ જિલ્લા સહકારી બેંકના કાર્યક્રમમાં હાજર હતા કેન્દ્રીય ગૃહ મંત્રી
જુનાગઢ ની એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે માર્કેટિંગ યાર્ડ ની ઓફિસ તેમ જ ખેડૂતો માટે રહેવા જમવાની વ્યવસ્થાની બિલ્ડીંગ નું લોકાર્પણ તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ભૂમિ પૂજન સહિતના કાર્યક્રમો માટે જૂનાગઢના પ્રવાસ પર આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ નું સ્વાગત એપીએમસી માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું છે છેલ્લા ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડમાં નવી બિલ્ડીંગ બનાવવા માટેની માંગણી ઉઠી હતી ત્યારે તાજેતરમાં જ જૂનાગઢની એપીએમસી માર્કેટિંગ યાર્ડનો ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સૌપ્રથમ આ બિલ્ડીંગનું કામ ઝડપી થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે બિલ્ડીંગ તૈયાર થઈ જતા આ બિલ્ડિંગના લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના વરદસ તે કરવાનું હોય ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અને એપીએમસી માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલના આમંત્રણ અને માન આપી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ જુનાગઢ ના પ્રવાસ પર હોય ત્યારે તેમને આ બિલ્ડીંગનું લોકાર્પણ ઉદ્ઘાટનમ પ્રસંગમાં હાજરી આપી હતી તેમજ જિલ્લા સહકારી બેંક ની નવી બિલ્ડીંગ બનાવવા માટેનું ભૂમિ પૂજન અને પ્રાકૃતિક બજારને પણ બનાવવા માટે ની તૈયારી બતાવી હતી