સાઉદી અરબ એમ્બેસી દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોએ હવે વિઝા મેળવવા માટે પોલીસ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જમા કરાવવાની જરૂર રહેશે નહી
દિલ્હીમાં સાઉદી અરબ એમ્બેસીએ ગુરુવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ટ્વીટમાં લખ્યું છે કે, ‘સાઉદી અરબ અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને, કિંગડમે ભારતીય નાગરિકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) સબમિટ કરવાથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.’
સાઉદી અરબ એમ્બેસી દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોએ હવે વિઝા મેળવવા માટે પોલીસ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં. દૂતાવાસે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દૂતાવાસે કહ્યું કે તે સાઉદી અરબમાં શાંતિપૂર્ણ રીતે રહેતા 20 લાખથી વધુ ભારતીય નાગરિકોના યોગદાનની પ્રશંસા કરે છે.
સાઉદી ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન આ મહિને વડાપ્રધાન મોદીને મળવા ભારત આવવાના હતા. જો કે, શિડ્યુલિંગ સમસ્યાઓના કારણે મુલાકાત રદ કરવામાં આવી હતી, કારણ કે PM મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટમાં જઈ રહ્યા હતા.
જણાવી દઈએ કે, જુલાઈ 2022માં, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) એ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ડૉક્ટર ઑફ લેટર્સ (D.Lit.) ની માનદ ડિગ્રી આપવા માટે કેન્દ્ર પાસે મંજૂરી માંગી હતી. પ્રથમ વખત, વિદેશ મંત્રાલય (MEA) ને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં AMUનો પ્રસ્તાવ મળ્યો હતો. જેના અનુસંધાને યુનિવર્સિટી દ્વારા શરૂઆતથી જ માનદ પદવી એનાયત કરાયેલા વિદેશી મહાનુભાવોની યાદી મંગાવવામાં આવી હતી. યુનિવર્સિટીએ ઓક્ટોબર 2021માં કેન્દ્રને મહાનુભાવોની યાદી શેર કરી હતી.