શક્તિસિંહ ગોહિલે સામાન્ય માણસો, ખેડૂતો, ગૃહિણીઓ, માલધારીઓ, ગૌચર જમીન, બક્ષીપંચ વિગેરેને પડી રહેલી હાલાકી ના દ્રષ્ટાંતો આપી કોંગ્રેસ ના ચૂંટણી ઢંઢેરા વિષે જણાવી દેશમાં શાંતિ સલામતી અને સામાન્ય લોકોની સુખાકારી માટે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચાવડાને જીતાડવા અપીલ કરી હતી.
ગઢડા(સ્વામીના) મુકામે કોંગ્રેસ તરફ્થી ઉમેદવારના સમર્થન માટે રિવરફ્રન્ટ ખાતે યોજેલી સભામાં શક્તિસિંહ ગોહિલે હાજર જનમેદની સમક્ષ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, ભરોસાની ભેંસે ઉપરા ઉપરી પાડા જ આપ્યા છે. રામ રામ ના નામે ક્યાંક ને ક્યાંક રાજકારણ ન કરવા માટે સમજાવ્યા હતા .ઈષ્ટદેવ રામની પૂજા થાય, રામના નામે રાજકારણના કરાય નહી. તેમણે ભાજપની નિતીઓ અને ધારાસભ્યોના ખરીદ વેચાણ સહિત અનેક મુદ્દે ટીકાઓ કરી કામના અને સેવાના નામે મત માંગવા જણાવ્યું હતુ. સત્યાવીસ વર્ષથી ભલે ભાજપની સરકાર હોય પરંતુ કોંગ્રેસ નું કામ આજે પણ બોલે છે. જે જોવુ હોય તો આવો ગઢડા કાળુભાર ડેમ સહિત રાજયના ‘S અનેક ડેમો કોંગ્રેસના શાસનમાં બન્યા હોવાનું જણાવી ભાજપમાં ચારે બાજુ ભય વગર બેક્ષમ ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતુ. તેઓએ સરદારના નામે મત માંગવાએ દેખાડવાના અને ચાવવાના જુદા હોવાનું અને રાજયના સૌથી મોટા નર્મદા ડેમ ને સરદાર સરોવર નામ પણ કોંગ્રેસે આપ્યું હોવાનું યાદ કર્યું હતુ. આ ઉપરાંત સામાન્ય માણસો, ખેડૂતો, ગૃહિણીઓ, માલધારીઓ, ગૌચર જમીન, બક્ષીપંચ વિગેરેને પડી રહેલી હાલાકી ના દ્રષ્ટાંતો આપી કોંગ્રેસ ના ચૂંટણી ઢંઢેરા વિષે જણાવી દેશમાં શાંતિ સલામતી અને સામાન્ય લોકોની સુખાકારી માટે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચાવડાને જીતાડવા અપીલ કરી હતી.