PMની રેલી પહેલા સુરક્ષા કારણોસર આ વિસ્તારને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો હતો, જે પછી ડ્રોન જોવા મળતા NSG દ્વારા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી વડાપ્રધાન કાર્યાલય કે પોલીસ તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી
કથિત રીતે સુરક્ષા એજન્સીને અમદાવાદ જિલ્લાના બાવળામાં એક ડ્રોન જોવા મળ્યું હતું, અહીં જ વડાપ્રધાનની રેલી યોજાવાની હતી. PMની રેલી પહેલા સુરક્ષા કારણોસર આ વિસ્તારને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો હતો, જે પછી ડ્રોન જોવા મળતા NSG દ્વારા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી વડાપ્રધાન કાર્યાલય કે પોલીસ તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસને ડ્રોનમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. જોકે, સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેને શા માટે ઉડાડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજે 4.30 વાગ્યે બની હતી. આ કેસમાં એક વ્યક્તિને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ફોટોગ્રાફરે ઉડાડ્યું હતું ડ્રોન
જો કે, કેટલાક મીડિયા અહેવાલોમાં એમ પણ કહેવાયું છે કે બાવળામાં પીએમની રેલી સ્થળ નજીક વીડિયો રેકોર્ડિંગ માટે ખાનગી ફોટોગ્રાફર દ્વારા ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. સુરક્ષા અધિકારીઓએ ડ્રોન જોતા જ તેને નીચે ઉતાર્યું હતું. આ પછી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમની ઓળખ કાશ કાલુભાઈ, નિકુલ રમેશભાઈ પરમાર અને રાજેશ પ્રજાપતિ તરીકે થઈ છે. ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલામાં નો ફ્લાય ઝોનનું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધી છે.
પંજાબમાં પણ પીએમની સુરક્ષામાં હતી ચૂક
આ પહેલા જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જાન્યુઆરી, 2022ના રોજ પણ પંજાબના ફિરોઝપુરની મુલાકાત લીધી હતી. ત્યારે ભારે વરસાદને કારણે પીએમને રોડ માર્ગે જવું પડ્યું, પરંતુ આ દરમિયાન હુસૈનીવાલાથી 30 કિમી દૂર રસ્તામાં વિરોધીઓ જોવા મળ્યા, જેના કારણે તેમનો કાફલો લગભગ 20 મિનિટ સુધી અત્યંત અસુરક્ષિત વિસ્તારમાં અટક્યો હતો. પીએમ મોદીનો કાફલો જ્યાં રોકાયો હતો તે વિસ્તાર આતંકવાદીઓ ઉપરાંત હેરોઈન સ્મગલરોનો ગઢ માનવામાં આવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ વિસ્તારમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.