પ્રથમ દિવસે 9908 પોસ્ટલ બેલેટથી મતદાન થયું હતું અને પોલીસકર્મીઓએ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી.
બીજા તબક્કાના મતદાન માટે બે દિવસમાં 12081 પોલીસ કર્મી અને હોમગાર્ડના જવાનોએ કર્મચારીઓએ મતદાન કર્યું હતું. અમદાવાદ જિલ્લામાં 2 દિવસમાં પોસ્ટલ બેલેટ દ્વારા કુલ આ કામગિરી કરાઈ હતી. કુલ 87.35 ટકા પોલીસ અને હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચ દ્વારા ઉભી કરાયેલી ખાસ મતદાન સુવિધા અંતર્ગત પોલીસકર્મીઓએ મતદાન કરીને ફરજ બજાવી હતી.
21 વિધાનસભા માટે પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. ખાસ મતદાન સુવિધા અંતર્ગત પોલીસકર્મીઓએ મતદાન કરીને ફરજ બજાવી હતી. નોંધપાત્ર બાબત એ છે કે ચૂંટણી પંચ દ્વારા ઉભી કરવામાં આવેલી ખાસ મતદાન સુવિધા અંતર્ગત પ્રથમ દિવસે 9908 પોસ્ટલ બેલેટથી મતદાન થયું હતું અને પોલીસકર્મીઓએ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી.
અમદાવાદમાં પોલીસ કર્મચારીઓ ચૂંટણીની કામગિરીમાં ફરજ બજાવવાના હોવાથી તેઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં પ્રથમ દિવસે પાંચ જગ્યાએ આ મતદાનની વ્યવસ્થા કેન્દ્રો પર કરાઈ હતી. તેવી જ રીતે બીજા દિવસે પણ પાંચ જેટલા કેન્દ્રો પર આ વ્યવસ્થા કરાઈ છે.