એપલને ટાર્ગેટ કરવાથી મસ્કની મુશ્કેલી વધી શકે છે. આનું કારણ એ છે કે એપલ ટ્વિટરની આવકના સંદર્ભમાં ઘણું મહત્વ ધરાવે છે. તે ટ્વિટરના સૌથી મોટા એડવર્ટાઇઝમાંનું એક રહ્યું છે
ઇલોન મસ્ક માટે હાલ બધુ ઠીક નથી ચાલી રહ્યું. ખાસ કરીને ટ્વિટર ખરીદ્યા બાદ તેમની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તે સતત નેગેટિવ ન્યૂઝને કારણે હેડલાઇન્સમાં રહે છે. એલોન મસ્ક ટેસ્લાના સીઈઓ છે. ટેસ્લાના શેરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ કારણે મસ્કની નેટવર્થ પણ ઘટી છે. મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ તેના અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ફીચર્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે મસ્ક આઇફોન બનાવતી દિગ્ગજ એપલ સાથે ટકરાશે તેવું લાગે છે. તેણે સોમવારે અનેક ટ્વિટ કર્યા છે. આમાં તેણે કહ્યું છે કે Appleએ ટ્વિટર પર જાહેરાત ઓછી કરી છે. એપલે ટ્વિટરને તેના એપ સ્ટોર પરથી હટાવવાની પણ ધમકી આપી છે. મસ્કે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
મસ્કને વધુ નુકશાન સહન કરવું પડી શકે
એલોન મસ્કે પૂછ્યું છે કે શું એપલ ફ્રી સ્પીચને નફરત કરે છે. તેણે એપ ફી માટે એપલની ટીકા પણ કરી છે. તેણે એ પણ પૂછ્યું કે શું એપલ તેની અન્ય કંપની ટેસ્લાને ટાર્ગેટ કરશે. એપલને ટાર્ગેટ કરવાથી મસ્કની મુશ્કેલી વધી શકે છે. આનું કારણ એ છે કે એપલ ટ્વિટરની આવકના સંદર્ભમાં ઘણું મહત્વ ધરાવે છે. તે ટ્વિટરની સૌથી મોટી જાહેરાતકર્તાઓમાંની એક રહી છે. આ મામલા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે ટ્વિટરમાં એક અલગ ટીમ હતી, જે માત્ર એપલ સાથે સંબંધિત કામને જ જોતી હતી. એક સૂત્રએ જણાવ્યું કે એપલ ટ્વિટરને વાર્ષિક 100 મિલિયન ડોલરની એડ આપતી હતી.
એપલ અને ટ્વિટર વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા છે.
સિનિયર માર્કેટિંગ અને મીડિયા એક્ઝિક્યુટિવ લૌ પાકાલિસે જણાવ્યું હતું કે, “એલોન મસ્ક હવે જોખમ લઈ રહ્યા છે. એપલ તેમની સાથેના વિવાદને વધારવા માંગતી નથી.” બંને કંપનીઓ વચ્ચેના ગાઢ સંબંધોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે Apple ટ્વિટર યુઝર્સ માટે અલગ ગેટવેનો ઉપયોગ કરે છે. જો Apple આ ગેટવે બંધ કરે છે, તો તે ટ્વિટરથી વિશ્વના 1.5 બિલિયનથી વધુ ડિવાઇસને ડિસ્કનેક્ટ કરશે. કેટલાક કિસ્સાઓમાં, જોકે, એપલ સામે મસ્કની લડાઈમાં તેની ધાર હોઈ શકે છે. ટેસ્લાના CEO પોતાની જાતને ફ્રી સ્પીચના હિમાયતી ગણાવે છે. આ મામલે તેના કરોડો ચાહકો તેને સપોર્ટ કરે છે. ઘણા સોફ્ટવેર ડેવલપર્સ, ધારાશાસ્ત્રીઓ અને નિયમનકારોએ એપલના એપ સ્ટોરની ફી અંગે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. આ રીતે મસ્કનો હાથ ઉપર હોવાનું જણાય છે.
Appleએ ટ્વિટર પરની જાહેરાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે
એપલે આ મુદ્દે તરત જ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્વિટરના કેટલાક યુઝર્સે સોમવારે જણાવ્યું કે એપલની જાહેરાતો તેમના ફીડમાં દેખાઈ રહી છે. જો કે, આ બાબતની જાણકાર વ્યક્તિએ જણાવ્યું કે Appleએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના જાહેરાત ખર્ચમાં ઘટાડો કર્યો છે. Apple એક્ઝિક્યુટિવ્સ ટ્વિટર એક્ઝિક્યુટિવ્સ સાથે અઠવાડિયામાં એક વખત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવા માટે મળે છે. Apple અન્ય મુખ્ય સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન્સ સાથે પણ સમાન મીટિંગ્સ કરે છે. Apple ટ્વિટર પર ખૂબ જ નિર્ભર છે, કારણ કે તે Facebook પર જાહેરાતો આપતું નથી.