અમદાવાદ કોર્પોરેશનમાં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ થયેલ કામોમાં પૂર્વ વિસ્તારમાં આવેલ તમામ ઝોનના જુદા જુદા રસ્તા વ્હાઇટ ટોપીંગ પધ્ધતિથી કોન્ક્રીટ રોડ તરીકે ડેવલપ કરવાના કામ માટે રૂા. ૮૨૫૧ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
સ્ટ્રીટલાઇટ ખાતાના મરામત નિભાવના કામો માટે જરૂરી એલ્યુમિનિયમ આર્મડ કેબલ ૧૫૦ કિ.મી. ના જથ્થામાં રેટ કોન્ટ્રાકટ કરી ખરીદ કરવા માટે રૂા. ૨૨૦ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં જુદી જુદી ચાલીઓમાં તથા જુદી જુદી જગ્યાએ આર.સી.સી. રોડ બનાવવા માટે રૂ. ૬૦ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં જેઠાભાઇ ગાર્ડનની બાજુમાં આવેલ જુનું અર્બન હેલ્થ સેન્ટર તોડીને તે જ જગ્યાએ નવું અદ્યતન અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે રૂ. ૫૦૯ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલ બોડકદેવ ઝોનલ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે જુની જર્જરીત ભૂગર્ભ ટાંકી તોડી તેની જગ્યાએ નવી ૨૧ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી બનાવવાના સીવીલ કામ માટે રૂા. ૨૭૩ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
ઉત્તર ઝોનના ઇન્ડીયા કોલોની વોર્ડમાં આવેલ નરોડા ફાયર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે નવી વર્ટીકલ ટર્બાઇન પંપ હાઉસ સાથેની ભુગર્ભ ટાંકી બનાવવાની તથા હયાત ભુગર્ભ ટાંકીના ઓગમેન્ટેશનની તબક્કાવાર કામગીરી માટે રૂા. ૬૧૩ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડીયા વોર્ડમાં નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાના કામમાં ૨૫૦ લાખ લીટર ક્ષમતાની પંપ હાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા ૨૫ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવાના સીવીલ કામ માટે રૂા. ૨૨૮૯ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
પૂર્વઝોન, દક્ષિણઝોન તથા અન્ય ઝોનમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર લાઇનોના બ્રેકડાઉન રીપેર કરવાની કામગીરી કરવા માટે રૂા. ૬૫ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
ઉત્તર ઝોનના ઠક્કરનગર વોર્ડમાં શુકન ચાર રસ્તાથી સ્વામિનારાયણ મંદિર સુધીના રોડ પર નવી ડ્રેનેજ લાઇન નાંખવાના કામ માટે રૂા. ૬૬ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચોમાસા દરમ્યાન જુદી જુદી જગ્યાએ હયાત ડ્રેનેજ લાઈનો અને સ્ટ્રોર્મ વોટર લાઈનોમાં પડતા બ્રેકડાઉનના રીપેરીંગ અને તેને આનુષાંગિક કામ માટે રૂા. ૭૩ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.