અમિત શાહે મા ઉમિયા અને મા અર્બુદાના ચરણોમાં વંદન તથા વિસનગરની ભૂમિ પર જન્મેલા સ્વાતંત્ર સેનાની સાંકળચંદ પટેલજીને સ્મરણાંજલિ આપી અને પરમવીર ચક્ર પ્રાપ્ત વીર શૈતાનસિંહને યાદ કરી જણાવ્યું હતું કે પાંચમી ડિસેમ્બરે આપવાનો થતો મત માત્ર ભાજપા ઉમેદવારને વિધાયક કે ભૂપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા માટે જ નહિ પરંતુ કમળના નિશાન પર આપેલ પ્રત્યેક મત દેશની સુરક્ષા અને ગુજરાતની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે
અમિત શાહે મા ઉમિયા અને મા અર્બુદાના ચરણોમાં વંદન તથા વિસનગરની ભૂમિ પર જન્મેલા સ્વાતંત્ર સેનાની સાંકળચંદ પટેલજીને સ્મરણાંજલિ આપી અને પરમવીર ચક્ર પ્રાપ્ત વીર શૈતાનસિંહને યાદ કરી જણાવ્યું હતું કે પાંચમી ડિસેમ્બરે આપવાનો થતો મત માત્ર ભાજપા ઉમેદવારને વિધાયક કે ભૂપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા માટે જ નહિ પરંતુ કમળના નિશાન પર આપેલ પ્રત્યેક મત દેશની સુરક્ષા અને ગુજરાતની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે. તેઓએ કહ્યું કે વિકાસની પૂર્વ શરત દેશની સુરક્ષા, રાજ્યમાં, શાંતિ, સદભાવ અને કોમી તોફાનો ન હોય તેના પર અવલંબે છે. કોંગ્રેસે તેના અનેક વર્ષોના શાસન દરમિયાન વિકાસના નામે, રાજ્યને અને દેશને સલામત રાખવા કઈ જ ન કર્યું.
શાહે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જવાબદારી સંભાળ્યા બાદ કોમી હુલ્લડો અને કરફ્યુનું નામો નિશાન સમાપ્ત થયું. 2002માં કોંગ્રેસે તેની નીતિરિતી પ્રમાણે હુલ્લડ શરૂ કર્યા ત્યારે તેમને એવો પાઠ ભણાવ્યો કે આજ દિન સુધી ખો ભૂલી ગયા. કોંગ્રેસના શાસનમાં દ્વારકાથી પોરબંદર સુધીના દરિયાકાંઠા પર દાણચોરીનો અડ્ડો બન્યો હતો ભાજપે આ તમામ સરહદો શીલ કરી. ગુજરાતના દરેક પંથકમાં દાદાઓ હતા આખા ગુજરાતમાં હવે ક્યાંય એક પણ દાદો નહીં માત્ર એક જ દાદા હનુમાન દાદા જોવા મળે છે.