16 વિધાનસભા બેઠકને આવરી લેતો આશરે 50 કિમી લાંબો રોડ શો યોજવામાં આવ્યો છે. રથયાત્રાના રુટના કિમી કરતા પણ મોટો રોડ શો પીએમનો યોજાયો છે. નરોડાથી તેમના આ રોડ શોની શરુઆત થઈ ચૂકી છે.
પીએમ મોદી પર લાખો લોકોનું સમર્થન અમદાવાદમાં મળી રહ્યું છે ત્યારે તેમના પર ભરોષો રાખીને મતદાન લોકો કરતા હોય છે. ત્યારે પીએમ પણ લોકોનું પ્રતિસાદ ઝીલી રહ્યા છે. આ રોડ શો પૂર્વથી નિકળી ચૂક્યો છે ત્યારે પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં ફરશે અને ચાંદખેડા સુધી રોડ શો પહોંચશે. અમદાવાદની જિલ્લાની 21 બેઠકો છે જેમાં શહેરની એકની જ 16 બેઠકો છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં પ્રચંડ પ્રતિસાદ મતદાન બાદ પરીણામમાં રીઝલ્ટમાં બીજેપીને મળે છે પરંતુ પૂર્વમાં આ પ્રતિસાદ કેટલીક સીટો પર નથી મળી રહ્યો ત્યારે આ વખતે ભાજપે આ વખતે પુરજોશમાં પ્રચાર કર્યો છે.
માર્ચ મહિના બાદ પીએમનો અમદાવાદમાં આ બીજો રોડ શો અમદાવાદમાં ડીસેમ્બરની 5 તારીખે મતદાન છે ત્યારે પીએમ મોદી અને બીજેપીની તૈયારીઓ માર્ચ મહિનાથી ગુજરાતને લઈને હતી ત્યારે અમદાવાદમાં પીએમ એ ચૂંટણીનું રણશિંગુ ફૂંકીને એક આગાઝ કર્યો હતો ત્યારે આજે મતદાનના પ્રથમ તબક્કામાં જ પીએમ એ બીજા તબક્કામાં અમદાવાદથી આ રોડ શો કર્યો છે. જે ભાજપનો રાજ્યમાં મધ્યગુજરાતથી પ્રચારનો પણ એક મેસેજ કહી શકાય.
રોડ શોનો આ છે મહત્વનો રુટ
નરોડા ગામ-બેઠક-નરોડા પાટિયા સર્કલ-કૃષ્ણનગર 4 માર્ગ હીરાવાડી-સુહાના રેસ્ટોરન્ટ-શ્યામ શિખર 4 માર્ગ-બાપુનગર 4 માર્ગ-ખોડિયારનગર-BRTS રૂટ બિરાટનગર-સોની ચાલી-રાજેન્દ્ર 4 માર્ગ-રબારી કોલોની-સીટીએમથી -હાટકેશ-4 માર્ગ ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દીન દયાલ ઉપાધ્યાય પ્રતિમા- ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ 4 રસ્તા- દાણીલીમડા 4 રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર- ધરણીધર 4 રસ્તા- જીવારાજ પાર્ક રોડ, શ્યામલ – હેલ્મેટ 4 રસ્તા, AEC 4 રસ્તા – અખબારનગર 4 રસ્તા – આરટીઓ સર્કલ સાબરમતી પાવર-વિશત- આઇઓસી ચાર રસ્તા ચાંદખેડા.