ગૃહમંત્રી શાહે કહ્યું કે તમારો એક મત ગુજરાતને સલામત અને સમૃદ્ધ બનાવશે. કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસીઓએ જાતિ-જાતિ વચ્ચે લડાવવાનું કામ કર્યું, જયારે નરેન્દ્રભાઈ મોદી સીએમ બન્યા પછી ગુજરાતે એકતા બનાવી અને વિકાસ કર્યો. તેમણે કહ્યું ગુજરાતની ચૂંટણી ભાજપને મજબૂત કરવાની ચૂંટણી છે.
બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચંડ પ્રચાર કરી રહેલા ગૃહમંત્રી શાહ નુગરમાં સભાને સંબોધન કરી રહ્યા છે. ત્યારે તેમણે કહ્યું કે શક્તિપીઠ ગુજરાતના નાગરિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. સાથે જ તેમણે ભારે બહુમતીથી ભાજપને વિજયી બનાવવા માટે લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે નર્મદા યોજના, ગુજરાતમાં 2002ના રમખાણો અને કલમ 370 સહિત ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરી અને આકરા પ્રહારો કર્યા.
ગૃહમંત્રી શાહે કહ્યું કે તમારો એક મત ગુજરાતને સલામત અને સમૃદ્ધ બનાવશે. કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસીઓએ જાતિ-જાતિ વચ્ચે લડાવવાનું કામ કર્યું, જયારે નરેન્દ્રભાઈ મોદી સીએમ બન્યા પછી ગુજરાતે એકતા બનાવી અને વિકાસ કર્યો. તેમણે કહ્યું ગુજરાતની ચૂંટણી ભાજપને મજબૂત કરવાની ચૂંટણી છે.
નર્મદા યોજના પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા અમિત શાહે કહ્યું, એક સમયે પાણીના સ્તર ખૂબ જ નીચા જતા રહ્યા હતા. ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા મોદીએ દૂર કરી. કોંગ્રેસે નર્મદા યોજનાને ખોરંભે ચઢાવી દીધી હતી. નરેન્દ્રભાઈ મોદીએ ઉપવાસ કરીને નર્મદા યોજનાની મંજૂરી મેળવી. કોંગ્રેસના શાસનમાં મહેસાણાને ડાર્ક ઝોનમાં મૂકી દેવાયો હતો. કોંગ્રેસે ક્યારેય ઉત્તર ગુજરાતની ચિંતા નથી કરી, નર્મદા યોજનાથી ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યાનો નિકાલ થયો. તેમણે કહ્યું, નર્મદાનું પાણી માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાન અને મહારાષ્ટ્રને પણ મળ્યું. ભાજપે 150 નવા તળાવો ખોદાવી પાણી પહોંચાડ્યું, 1560 કરોડના ખર્ચે નર્મદાનું પાણી પહોંચાડ્યું. કોંગ્રેસે મહેસાણાના ખેડૂતને માર માર્યો હતો, મોદીએ વડાપ્રધાન બનતાની સાથે જ નર્મદા યોજનાને વેગ આપ્યો.
રમખાણો વિશે કોંગ્રેસ પર પ્રહારો કરતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં દરરોજ રમખાણો થતા, ભાજપે રામખાણખોરોને પાઠ ભણાવ્યો, 2002 પછી એકેય રમખાણો નથી થયા. ભાજપે ગુજરાતમાંથી કર્ફ્યુનો દેશવટો આપ્યો. તેમણે મહેસાણામાં જનસભાને સંબોધતા કહ્યું કે ભાજપે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં રોડ-રસ્તાનો વિકાસ કર્યો, પશુપાલકોને દૂધના ઊંચા ભાવ આપવાની ભાજપે શરૂઆત કરી.
આ સિવાય તેમણે કહ્યું, ભાજપે કોઈ ડર વિના કાશ્મીરમાંથી 370 હટાવી, કોંગ્રેસે વોટ બેન્કના ડરથી 370 હટાવી ન હતી. 370 કલમના કારણે દેશમાં આતંકવાદ વધ્યો હતો. મોદીએ કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડી દીધું.