ગુજરાતમાં આવતીકાલે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મોટાભાગના સ્થળોએ મતદાન સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું હોવાથી કેટલાક મતદારો કે જેમને તેમના નામની ખાતરી નથી તેઓ ઘરે બેઠા સરળતાથી તેમના નામ ચકાસી શકે છે.
ગુજરાતમાં આવતીકાલે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મોટાભાગના સ્થળોએ મતદાન સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું હોવાથી કેટલાક મતદારો કે જેમને તેમના નામની ખાતરી નથી તેઓ ઘરે બેઠા સરળતાથી તેમના નામ ચકાસી શકે છે.
તમારું નામ ઓનલાઈન તપાસવા માટે તમે કેટલાક પગલાંઓ અનુસરીને તમારું નામ તરત જ સરળતાથી ચકાસી શકો છો. તમે વેબસાઈટ પર લોગઈન કરીને તમારું નામ ચકાસી શકો છો.
ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનમાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે, ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
મતદાન મથકની સવારે 08.00 થી સાંજના 05.00 વાગ્યા સુધી મતદાન કરી શકશો. લોકો મતદાન મથક પર બેઠેલા સ્ટાફ પાસેથી પણ મતદાન અંગેની તમામ માહિતી મેળવી શકશે.
મતદાર યાદીમાં નામ આ રીતે તપાસવું
સૌથી પહેલા Electoralsearch.in વેબસાઈટ પર જાઓ, જેમાં મતદાર યાદી શોધવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે
આમાં સર્ચ બાય ડિટેલના ઓપ્શન પર જાઓ, તમે વોટર આઈડીનો પણ ઉપયોગ કરી શકો છો. તમે રાજ્યના જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરીને પણ માહિતી અપડેટ કરી શકો છો.
નવા મતદારો માટે ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી છે. મતદાતાઓ મતદાર યાદીમાં તેમનું નામ શોધવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ https://www.nvsp.in અને વોટર હેલ્પલાઇન એપને ઍક્સેસ કરી શકો છો. આ વેબસાઈટ અને એપ્લીકેશનમાં મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં, કયા ભાગ નંબરમાં, કયા ક્રમમાં, કયા મતદાન મથક પર મતદાન કરવા જઈ રહ્યા છે તે જાણી શકશે.